એક કલાકમાં તૈયાર થાય એવા ઘરમાં રહે છે વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક

દેશ વિદેશ

ઘર બનાવવા માટે કેટલી તૈયારી કરવી પડે છે. વર્ષો સુધી આર્થિક જોગવાઇ કરો, લોન લો ત્યાર પછી તમારા સપનાનું ઘર સાકાર થાય છે. પણ અમેરિકામાં આજકાલ નવો જ ટ્રેન્ડ આવ્યો છે. અહીં લોકોને માત્ર એક કલાકમાં જ ઘર તૈયાર કરીને આપવામાં આવી રહ્યા છે. અમેરિકાના મતે આ મકાનોની કિંમત પણ ઘણી પોસાય તેમ કહેવાય છે. અહીં માત્ર 43.50 લાખથી 80 લાખ રૂપિયામાં અમેરિકનોનું પોતાનું ઘર બનાવવાનું શક્ય થઈ રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક પણ આવા જ ઘરમાં રહે છે.
અમેરિકામાં મોંઘવારી આસમાને છે. આજથી બે વર્ષ પહેલા મકાનોની કિંમતમાં 30 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં જે ઘરની કિંમત $3,29,000 એટલે કે 2.62 કરોડ રૂપિયા હતી તે વધીને $4,28,700 થઈ ગઈ છે. જો ભારતીય રૂપિયામાં જોવામાં આવે તો આ રકમ 3.42 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં અમેરિકાના મધ્યમ વર્ગને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનું ઘર ખરીદવાનું સ્વપ્ન સાકાર કરવું અશક્ય બનવા માંડ્યુ છે. આવી સ્થિતિમાં, તેમની આશા ફક્ત બોક્સેબલ હોમ જેવા સ્ટાર્ટઅપ્સ પર ટકી છે. આ એક એવી કંપની છે, જે અહીં લોકોને માત્ર $54,500 થી $99,500માં ઘર બનાવીને આપી રહી છે. ભારતીય ચલણમાં જોઇએ તો આ કિંમત આશરે 43.50 લાખ રૂપિયાથી 80 લાખ રૂપિયા સુધી થાય છે. નોંધનીય વાત એ છે કે, ટેસ્લાના સ્થાપક મસ્ક 251 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની ખુરશી પર બિરાજમાન છે અને આ કંપની દ્વારા બનાવવામાં આવેલા ઘરમાં પણ રહે છે.
બોક્સેબલ કંપનીના એક કલાકમાં તૈયાર થનાર આ ઘરનું નામ કેસિટા રાખવામાં આવ્યું છે. ઘરમાં પૂર્ણ કદનું રસોડું, બાથરૂમ અને લિવિંગ રૂમનો સમાવેશ થાય છે અને તેને ડિલિવર થયાના એક કલાકની અંદર અનપેક કરી શકાય છે. આનો અર્થ એ છે કે માત્ર એક કલાકમાં તે તમારા રોકાણ માટે તૈયાર છે. તેના રસોડાની અંદર ફ્રિજ, સિંક, ઓવન, ડીશવોશર, માઇક્રોવેવ અને કેબિનેટની સુવિધા છે. બાથરૂમમાં સિંક, મોટું કાઉન્ટર, મિરર્સ અને સ્લાઇડિંગ ગ્લાસ છે જ્યારે 375 ચોરસ ફૂટના લિવિંગ રૂમમાં 8 દરવાજા અને બારીઓ છે. તેનું માળખું લાકડાનું છે. તેમાં એસી માટે પણ જગ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.