કહ્યું તેઓ પરાગ અગ્રવાલ કરતા ઘણા સારા છે
ટ્વિટરના હાલના માલિક એલોન મસ્કે 44 બિલિયન ડોલરના સોદામાં કંપની ખરીદી લી ધા બાદ હોદ્દો સંભાળતાની સાથે જ કંપનીના તત્કાલિન સીઇઓ પરાગ અગ્રવાલને બરતરફ કરી દીધા હતા. અગ્રવાલની સાથે, ટ્વિટરના કાનૂની વડા વિજયા ગડ્ડે અને CFO નેલ સેગલને પણ પાણીચુ પકડાવામાં આવ્યું હતું. ત્યાર બાદ
એલોન મસ્ક કંપની માટે યોગ્ય સીઇઓની શોધમાં હતા. હવે આખરે તેમને ટ્વિટર માટે સીઈઓ મળી ગયા છે.
રસપ્રદ વાત એ છે કે ટ્વિટરનો નવો સીઈઓ માણસ નહીં પણ શ્વાન છે. તે મસ્કનો પાલતુ શ્વાન ફ્લોકી, શિબા ઇનુ છે. ટ્વિટરના નવા વડાને લાગે છે કે તેનો શ્વાન ફ્લોકી “અન્ય વ્યક્તિ” પરાગ અગ્રવાલ કરતાં વધુ સારો CEO છે.
મસ્કે સીઈઓની ખુરશી પર બેઠેલા તેના શિબા ઈનુ શ્વાન ફ્લોકીની તસવીર શેર કરી છે. તસવીરમાં, ફ્લોકી ટ્વિટર બ્રાન્ડેડ બ્લેક ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે, જેના પર CEO લખેલું છે. તેની પાસે તેના પંજાના નિશાનો સાથે ટેબલ પર તેની સામે પડેલા કેટલાક દસ્તાવેજો પણ છે. અગર ફલોકી તાત્કાલિક ઇમેઇલ શૂટ કરવા માંગે તો તેની સામે ટ્વિટર લોગો સાથેનું એક નાનું લેપટોપ પણ છે.
તસ્વીર શેર કરતા મસ્કે લખ્યું કે, “Twitter ના નવા CEO અદ્ભુત છે”. અન્ય એક ટ્વીટમાં તેણે ઉમેર્યું હતું કે ટ્વિટરના નવા સીઈઓ “અન્ય” વ્યક્તિ કરતા ઘણા સારા છે. તેઓ ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
જ્યારે કંપનીના ભૂતપૂર્વ CEO જેક ડોર્સીએ કંપની છોડી દીધી ત્યારે ગયા વર્ષે નવેમ્બરમાં અગ્રવાલને ટ્વિટરના CEO તરીકે બઢતી આપવામાં આવી હતી. 2021માં તેમનો કુલ પગાર $30.4 મિલિયન હતો.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023