Homeટોપ ન્યૂઝTwitter ખરીદતાની સાથે જ ઇલોન મસ્ક એક્શનમાં CEO પરાગ અગ્રવાલ અને પોલિસી...

Twitter ખરીદતાની સાથે જ ઇલોન મસ્ક એક્શનમાં CEO પરાગ અગ્રવાલ અને પોલિસી ચીફને બરતરફ કર્યા

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક ટ્વિટરના માલિક બની ગયા છે. એલોન મસ્કે તેમના ટ્વિટર બાયોમાં પ્લેટફોર્મના વડા હોવાનો ઉલ્લેખ કર્યો છે. દરમિયાન ઈલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત કેટલાક મોટા અધિકારીઓને પદ પરથી હટાવી દીધા છે.

ઈલોન મસ્કની ટ્વિટર બાયો

યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીઈઓ પરાગ અગ્રવાલની સાથે પોલિસી ચીફ વિજયા ગાડ્ડેને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ સાન ફ્રાન્સિસ્કો હેડક્વાર્ટરમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં CFO નેડ સેગલ પણ સામેલ છે.
13 એપ્રિલના રોજ એલોન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેણે આ પ્લેટફોર્મ $ 44 બિલિયનમાં $ 54.2 પ્રતિ શેરના દરે ખરીદવાની ઓફર કરી હતી. તે દરમિયાન આ ડીલ હોલ્ડ પર રાખવામાં આવી હતી. જે પછી એલોન મસ્કે 8 જુલાઈએ ડીલ રદ કરવાનો નિર્ણય કર્યો, પરંતુ આ મહિનાની શરૂઆતમાં તેણે ડીલ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો. ઇલોન મસ્ક ગુરુવારે હાથમાં સિંક લઈને ટ્વિટરની ઓફિસમાં દેખાયા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.

“>

 

RELATED ARTICLES

Most Popular