વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ઘણી કંપનીઓના માલિક છે, તેમાંથી એક કંપની છે ન્યુરાલિંક. જેની શરૂઆત 2016માં કરવામાં આવી હતી. આ કંપની ટૂંક સમયમાં જ બ્રેઈન ચિપની મનુષ્યો પર ટ્રાયલ કરવા જઈ રહી છે. મસ્કે આગામી છ મહિનામાં બ્રેઈન ચિપની મનુષ્યો પર ટ્રાયલ કરવાની આશા વ્યક્ત કરી છે. અત્યાર સુધી કંપનીએ પ્રાણીઓ પર તેનું ટ્રાયલ કર્યું છે. કંપનીને હજુ સુધી મનુષ્યો પર ટ્રાયલની પરવાનગી મળી નથી.
વાયરલેસ ચિપ એવી વસ્તુઓને પણ જણાવી શકશે જે કોઈ વ્યક્તિ ફક્ત તેના મગજમાં જ વિચારી રહ્યો હોય. મસ્કના જણાવ્યા અનુસાર, આ ચિપ ખાસ કરીને વિકલાંગ અને અંધ લોકો માટે બનાવવામાં આવી રહી છે.
ન્યુરાલિંકની સ્થાપના 2016 માં મસ્ક અને અન્ય વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના જૂથ દ્વારા કરવામાં આવી હતી. તે મગજ-કમ્પ્યુટર ઈન્ટરફેસ અથવા BCIs વિકસાવવાનો પ્રયત્ન કરે છે, જે માનવ મગજને એવા કોમ્પ્યુટર સાથે જોડે છે જે ન્યુરલ સિગ્નલોને સમજી શકે છે. મસ્કે તેની કરોડો રૂપિયાની અંગત સંપત્તિનું આ કંપનીમાં રોકાણ કર્યું છે. મસ્કના ન્યુરાલિંકના ઉપકરણો ”માનવી સમજશક્તિ”ને સક્ષમ કરી શકે છે. આ ઉપકરણો લકવાગ્રસ્ત લોકોને કોઈ દિવસ તેમના મગજથી સ્માર્ટફોન અથવા રોબોટિક અંગો ચલાવવા માટે સક્ષમ કરી શકે છે, અને ઓટીઝમ અને સ્કિઝોફ્રેનિયાને ”ઉકેલ” કરી શકે છે, એવું મસ્કનું માનવું છે.