Homeટોપ ન્યૂઝબોલો, દુનિયાના આ અબજોપતિ થયા છે 'Defaulter'? ઓફિસનું ભાડું નહીં ચૂકવતા મળી...

બોલો, દુનિયાના આ અબજોપતિ થયા છે ‘Defaulter’? ઓફિસનું ભાડું નહીં ચૂકવતા મળી ચૂકી છે નોટિસ!

દુનિયાના બીજા નંબરના ધનાઢય એલન મસ્કના જાણે ખરાબ દિવસો ચાલી રહ્યા છે, જ્યારે Twitter ખરીદ્યું છે ત્યારથી તેમની મુશ્કેલીઓનો કોઈ અંત આવી રહ્યો નથી. Twitter, Tesla, SpaceX વગેરે ટોચની કંપનીના માલિક એલન મસ્ક (Elen Musk)ની કંપનીઓ વાસ્તવમાં ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહી છે અને તેમની પાસે ટિવટરની ઓફિસનું ભાડું ચૂકવવાના પૈસા પણ નથી. ટિવટરની ઓફિસનું ભાડું નહીં ચૂકવતા નોટિસ મોકલવામાં આવી છે. એટલા માટે તેમના વ્યક્તિગત જ નહીં, પરંતુ કંપનીઓના મોટા મોટા ખર્ચમાં પણ કાપ મૂકી રહ્યા છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
એટલું જ નહીં, ટિવટરની ઓફિસના પણ હાલ બેહાલ છે. હજુ થોડા દિવસો પૂર્વે દુનિયાના શ્રીમંત ઉદ્યોગપતિની યાદીમાં મસ્ક મોખરે હતા, પરંતુ આજે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેમની પાસે ટિવટરની ઓફિસનું ભાડું ચૂકવવાના પણ પૈસા નથી. ટિવટરની ઓફિસનું ભાડું નહીં ચૂકવતા તેમને નોટિસ મોકલવામાં આવી છે અને તેના અંગે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ટિવટરની ઓફિસ આવેલી છે અને તેમને ડિફોલ્ટ જાહેર કરવામાં આવ્યા છે તથા કેસ પણ નોંધવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સાન ફ્રાન્સિસ્કો સ્થિત ટિવટરની ઓફિસનું ભાડું બાકી છે અને તેની રકમ અધધધ છે. એટલે 1,36,250 ડોલર એટલે 1.13 કરોડ રુપિયાનું ભાડું છે, જે અંગે અનેક વખત નોટિસ મોકલવામાં આવ્યા પછી પણ પેમેન્ટ મળ્યું નથી, તેથી કેલિફોર્નિયા એલએલસીમાં રહેનારી મકાન માલિકે કેસ કર્યો છે. ટિવટરની ઓફિસ હાર્ટફોલ્ટ બિલ્ડિંગના 30મા માળ પર છે, જેમાં ટિવટરની જ નહીં, પરંતુ અન્ય બીજી ઓફિસના પણ ભાડાં ચૂકવ્યા નથી એવું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular