દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કે(Elon Musk) તમામ અટકળો વચ્ચે આખરે ટ્વિટર ડીલ(Twitter Deal) પડતી મૂકી(cancelled) છે. આ ડીલ કેન્સલ કરતા એલોન મસ્કે કહ્યું કે કંપની તેના પ્લેટફોર્મ પર ફેક એકાઉન્ટ્સ સંબંધિત ડેટા આપવામાં નિષ્ફળ રહી. આ ડીલ 44 બિલિયન ડોલર (3.37 લાખ કરોડ રૂપિયા)ની હતી. તો બીજી તરફ ટ્વિટર બોર્ડના ચેરમેન બ્રેટ ટાયલોએ(Bret Taylor) કહ્યું છે કે અમે આ ડીલને લાગુ કરવા માટે કોર્ટમાં જઈશું. કંપની કોઈપણ સંજોગોમાં આ મર્જરને પૂર્ણ કરવા માંગે છે અને હવે આ માટે કાનૂની માર્ગ અપનાવશે.
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમીશન(SEC)માં ઈલોન મસ્ક તરફથી જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા 2 મહિનાથી ઈલોન મસ્ક અને તેમની ટીમ ટ્વિટર પરના ફેક અને સ્પામ એકાઉન્ટની સંખ્યા વિશે અને આ એકાઉન્ટ્સ કેવી રીતે પકડવામાં આવી રહ્યા છે અને તેના પર શું કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અંગે માહિતી મેળવવા સતત ટ્વિટરનો સંપર્ક કરી રહી હતી. પરંતુ દરેક વખતે ટ્વિટર દ્વારા માહિતી આપવામાં આનાકાની કરવામાં આવતી હતી અથવા તો અધૂરી માહિતી અપાતી હતી. આ અંગે ટ્વીટરને પાંચ-પાંચ વાર પત્ર લખવામાં આવ્યો હતો.
એલોન મસ્ક તરફથી દલીલ કરાઈ હતી કે કરારના સમયે ટ્વિટરે SECને કહ્યું હતું કે તેના પ્લેટફોર્મ પર 5% નકલી અને સ્પામ એકાઉન્ટ્સ છે, અમારી નિષ્ણાતોની ટીમનું માનવું છે કે ટ્વિટર દ્વારા જુઠા આંકડા રજુ કરાયા હતા અને નકલી એકાઉન્ટ્સની સંખ્યા ઘણી વધારે છે. ટ્વિટર આ બધું છુપાવી રહ્યું છે કારણ કે ટ્વિટરની 90% આવક જાહેરાતોમાંથી આવે છે.
ત્યારે બીજી તરફ ટ્વીટરે માસ્કને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટ્વિટરનું બોર્ડ એલોન મસ્ક સાથેના કરાર અને શરતો પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે અને હવે ટ્વિટર એલોન મસ્ક સાથેના કરારને લાગુ કરવા માટે કોર્ટનો સંપર્ક કરશે.
The Twitter Board is committed to closing the transaction on the price and terms agreed upon with Mr. Musk and plans to pursue legal action to enforce the merger agreement. We are confident we will prevail in the Delaware Court of Chancery.
— Bret Taylor (@btaylor) July 8, 2022
“>