છેલ્લા કેટલાક સમયથી દેશના કેટલાક ભાગોમાં જંગલી પ્રાણીઓના માનવો પર હુમલો કરવાના અનેક બનાવો નોંધાયા છે. વધતા જતા વનનાબૂદી અને આબોહવા પરિવર્તનને કારણે આ જંગલી પ્રાણીઓને લોકો જ્યાં રહે છે તેવા સ્થળોએ પ્રવેશવાની ફરજ પડે છે. તાજેતરમાં આવી જ એક ઘટનામાં એક જંગલી હાથી અચાનક એક કારની સામે આવી ગયો અને તેનો પીછો કરવા લાગ્યો. અહેવાલ મુજબ, આ ઘટના મૈસુર નજીકના કબિની નેશનલ પાર્કમાં બની હતી.

‘જંગલ સફારી’ દરમિયાન આ ઘટના કેમેરામાં કેદ થઇ છે, જેમાં તમે હાથીને સફારી કાર પર હુમલો કરતા જોઈ શકો છો. હાથીઓ સ્વભાવે ખૂબ જ શાંત હોય છે. પણ જ્યારે તે ગુસ્સે થાય છે, ત્યારે તો… ‘જંગલનો રાજા’ સિંહ પણ તેની આગળ ઘૂંટણિયે પડે છે. માનવીએ એક વાત સમજવાની જરૂર છે કે તેણે પ્રાણીઓના જીવનમાં દખલ કરવાની આદત છોડી દેવી જોઈએ. આ ઘટના ‘જંગલ સફારી’ દરમિયાન કેમેરામાં કેદ થઈ છે. તે જીપના ડ્રાઈવરે આ પરિસ્થિતિને એવી અદભૂત રીતે હેન્ડલ કરી કે IFSથી લઈને IAS અધિકારીઓ તેને બિરદાવી રહ્યા છે.

YouTube player

ટ્વિટર પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, એક વિશાળ જંગલી નર હાથી મંદિરા સફારી જીપ તરફ ભાગતો જોઇ શકાય છે. તે સમયે ડ્રાઇવરની કુશળતા અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિને કારણે જીપમાં બેઠેલાઓના જીવ બચી જાય છે.

આ ઘટના રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પ્રવાસીઓ માટે વન્યજીવનનો અનુભવ કરવા માટે બનાવવામાં આવેલા પાથ પર બની હતી. વીડિયોમાં, અચાનક જીપ તેની નજીક પહોંચી ત્યારે હાથીને રસ્તાની વચ્ચે ઊભો જોઈ શકાય છે. ડ્રાઈવરે જોયું કે હાથી જીપ તરફ ભાગીને આવી રહ્યો છે ત્યારે તેણે રિવર્સ ગિઅરમાં વાહનને હંકારી મૂક્યું હતું. ડ્રાઈવરનો વાહન પરનો કાબૂ પ્રશંસનીય હતો.

તાજેતરના વર્ષોમાં સમગ્ર દેશમાં આવા માણસ-હાથીના એન્કાઉન્ટરમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. નિષ્ણાંતોનું માનવું છે કે કેટલાક રાજ્યમાં વન આવરણ સતત ખતમ થઈ રહ્યું હોવાથી વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે.

ગયા અઠવાડિયે પણ, એક જંગલી હાથી બ્રહ્મપુત્રા નદી પાર કરીને આસામના તેજપુર શહેરમાં પ્રવેશ્યો હતો. શહેરમાં ભારે નાસભાગ મચી જવાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, બાદમાં વન અધિકારીઓએ હાથીને પકડીને જંગલમાં પાછો મોકલી આપ્યો હતો.

Google search engine