વીજબિલ ન ભર્યુ હોય તો નાગરિકોના ઘર કે ઓફિસના વીજજોડાણ કપાય તે સામાન્ય વાત છે, પરંતુ ગુજરાતમાં તો આખે આખી નગરપાલિકાઓની બીજ જોડાણ કપાયાની ઘટના બની છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 16 દિવસમાં કુલ 7 નગરપાલિકાએ દેવાળું ફૂંક્યું છે જેની સીધી અસર જનતા પર થઈ રહી છે. નગર પાલિકાએ વીજબિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપી નાંખતા નગરોમાં અંધારપટ છવાઈ ગયો છે. જસદણ, મહેમદાવાદ, સલાયા, ધાનેરા અને ગોધરા માં અંધારૂં છવાઈ ગયું છે.
આમા વધુ એક નગરપાલિકાનનો સમાવેશ થયો છે. આણંદમાં બોરિયાવી નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાયું છે. વીજ જોડાણ કપાતા નગરમાં અંધાર પાટ છવાયો છે. બોરિયાવી નગરપાલિકાનું 60.15 લાખનું વીજ બિલ હજુ બાકી છે. પાલિકાએ વીજ બિલ ન ભરતા એમજીવીસીએલએ કનેક્શન કાપ્યું છે. આગામી દિવસોમાં ગટર અને વોટર વર્ક્સનું કનેક્શન કાપવાની એમજીવીસીએલે ચીમકી આપી છે.
લો બોલોઃ ગુજરાતમાં મહાનગરપાલિકાના વીજ જોડાણ પણ કપાય છે
RELATED ARTICLES