Homeઆમચી મુંબઈમહારાષ્ટ્રમાં ચૂંટણીના સંકેત

મહારાષ્ટ્રમાં ચૂંટણીના સંકેત

મુખ્ય ચૂંટણી કમિશનરે કરી જિલ્લાધિકારીઓ અને મનપા કમિશનરો સાથે બેઠક

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રાજ્યમાં ચૂંટણીનો પડઘમ વાગવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી હોવાના સંકેત શુક્રવારે મળ્યા હતા. રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર યુપીએસ મદાને રાજ્યના જિલ્લાધિકારીઓ તેમ જ મહાનગરપાલિકાઓના કમિશનરો સાથે બેઠક કરી હતી અને તેમને વિધાનસભા મતદારસંઘની મતદાર યાદીઓમાં મતદાતાઓના નામમાં તેમ જ ઈમારતો, વસ્તી, કોલોનીઓ અને રેસિડેન્શીયલ વિસ્તારને આધારે સરનામામાં સુધારા કરવાની ઝુંબેશ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો.

વિધાનસભા મતદારસંઘ પ્રમાણેની યાદી પરથી જ વોર્ડ આધારિત મતદારયાદીઓ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં કેટલાક અવરોધો આવતા હોય છે. આ અવરોધો દૂર કરવા માટે શુક્રવારની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આખા રાજ્યના જિલ્લાધિકારીઓ તેમ જ કમિશનરો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચના સચિવ કિરણ કુરુંદકર પણ હાજર હતા.

ચૂંટણી કમિશનર યુપીએસ મદાને બધાને એવી માહિતી આપી હતી કે કેન્દ્રીય ચૂંટણી પંચે વિધાનસભા મતદારસંઘના સ્તરે મતદારયાદીની સમીક્ષા કરવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.

૮ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં વિધાનસભા મતદારયાદીનું વિશેષ સંક્ષિપ્ત સ્વરૂપ પર વાંધા-વિરોધ અને સૂચન સ્વીકારવામાં આવશે. આને કારણે આ જ સમયગાળામાં રાજ્યમાં પણ બધા કલેક્ટરો અને પાલિકા કમિશનરે પણ ઝુંબેશ હાથ ધરવી એવો નિર્દેશ તેમણે આપ્યો હતો.

કોઈ મતદારનું આખું સરનામું હોવા છતાં તે ખોટા સેક્શનમાં એડ્રેસમાં જોડવામાં આવ્યું હોય તો તેને સુધારી લેવું એવો નિર્દેશ આપતાં શક્ય હોય એટલા બધા જ સ્થળે અધિકારીઓને મુલાકાત લેવા જણાવ્યું હતું. તેમ જ આવશ્યકતા જણાય ત્યાં એડ્રેસ માટે અલગ સેક્શન તૈયાર કરવાની પણ સલાહ આપી હતી.

આ ઝુંબેશ દરમિયાન દરેક મતદાર નોંધણી અધિકારીઓને દરેક યાદીના ભાગનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરવા જણાવ્યું છે. ખાસ કરીને નવી ઈમારતો અંગે મતદારયાદીમાં ભારે ગુંચવાડા જોવા મળ્યા છે તેને વહેલી તકે દૂર કરવાનું ધ્યાન રાખવું એમ પ્રધાન સચિવ શ્રીકાંત દેશપાંડેએ આ બેઠકમાં જણાવ્યું હતું.

સેક્શન એડ્રેસ બાબતે શહેરી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ફરિયાદો મળી રહી છે. આ બધાની ગંભીરતાથી નોંધ લેવાની આવશ્યકતા છે. સંંબંધિત મનપા કમિશનરે જાતે ધ્યાન આપવું અને જે નગરપાલિકા ક્ષેત્રમાં આવી ફરિયાદ હોય ત્યાં કલેક્ટર ઓફિસોને ધ્યાન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular