Homeદેશ વિદેશગુજરાતના ૧૮૨ ધારાસભ્યએ લીધા શપથ

ગુજરાતના ૧૮૨ ધારાસભ્યએ લીધા શપથ

આજે સ્પીકર-ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની ૧૫મી વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યએ સોમવારે શપથ લીધા હતા, જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે. આજે સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી થશે. જોકે ભાજપ પાસે ૧૫૬ ધારાસભ્ય હોવાથી આ ચૂંટણી ઔપચારિકતા માત્ર રહેશે. સ્પીકર માટે શંકર ચૌધરી અને ડેપ્યુટી સ્પીકર માટે જેઠા ભરવાડના નામ નોમિનેટ કરવામાં આવ્યા છે. સોમવારે પ્રોટેમ તરીકે ભાજપના સૌથી વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલે શપથ લીધા હતા.
આજે વિધાનસભાનું સત્ર મળશે. જેમાં પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની અને ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાશે. જ્યારે બીજી બેઠકમાં રાજ્યપાલ સંબોધન કરશે. ખૂબ જ થોડી બેઠક હોવા છતાં કૉંગ્રેસ પોતાના વિપક્ષના નેતા નક્કી કરી શકી નથી. આ નિણર્ય દિલ્હી ખાતે થશે તેમ જાણવા મળ્યું હતું.
શપથવિધિ દરમિયાન અમુક ધારાસભ્યો અલગ તરી આવ્યા હતા. કાલોલ સીટના ચૂંટાયેલા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ચર્ચામાં રહ્યા હતા. તમામ સભ્યોએ ઈશ્ર્વરના સોંગંદ લઈને શપથ લીધા હતા. જો કે ફતેસિંહ ચૌહાણે રામના નામે સોંગદ લીધા હતા. આમ વિધાનસભામાં ફરી રામના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો, જે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. વડગામ સીટ પરથી વિજેતા બનનારા જીજ્ઞેશ મેવાણીએ બંધારણના સોંગદ ખાઈને શપથ લીધા હતા. જ્યારે ૧૧ ધારાસભ્યે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આઠમી ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપે એકતરફી વિજય મેળવી ૧૫૬ બેઠક પોતાને નામ કરી હતી જ્યારે કૉંગ્રેસે માત્ર ૧૭ બેઠક પર જીત મેળવી હતી. આમ આમદી પાર્ટીએ પાંચ અને સમાજવાદી પાર્ટીએ એક બેઠક મેળવી હતી અને ત્રણ બેઠક પર અપક્ષે વિજય મેળવ્યો હતો. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular