ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે થોડા દિવસો જ બચ્યા છે ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે. ત્યારે પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર આક્ષેપો-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. એવામાં સુરતની વરાછા વિધાનસભા બેઠક પર કાકા-ભત્રીજા વચ્ચે વાકયુદ્ધ જામ્યું છે. AAP ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ કાકા કુમાર કાનનીને ‘નામર્દ’ ગણાવતા વિવાદ ઉભો થયો છે.
આગાઉ ભાજપ તરફથી ઉમેદવાર કાકા કુમાર કાનાણીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભત્રીજા અલ્પેશ કથીરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. કુમાર કાનાણીએ અલ્પેશ કથીરિયાને ઉદ્દેશીને કહ્યું હતું કે ભાજપ સરકારે શું કર્યું પૂછનારની માતાના ઘૂંટણની સર્જરી આયુષ્માન કાર્ડથી થઇ છે. ફ્રી ફ્રીની વાતો કરનાર સરકારની ફ્રીની સુવિધા લઈ રહ્યા છે.
ત્યારબાદ આ મામલે અલ્પેશ કથીરીયાએ પ્રતિક્રિયા આપતા કુમાર કાનાણીએ નામર્દ ગણાવ્યા હતા. અલ્પેશ કથીરીયાએ કહ્યું કે, હા મારી માતાએ ઘૂંટણનું ઓપરેશન આયુષ્માન કાર્ડથી કરાવ્યું છે. સરકારી યોજનાઓનો લાભ લીધો છે એમાં કશું ખોટું નથી કર્યું. મારા જેલવાસ દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું. કુમાર કાનાણી નામર્દ છે કે માતાને રાજકારણમાં લાવે છે. કોઈ પણ હોય માતા-બહેનને નામે રાજકારણ ન કરવું જોઈએ.
સુરતના વરાછામાં કાકા-ભત્રીજાના વચ્ચે ચૂંટણી જંગ, ભત્રીજાએ કાકાને ‘નામર્દ’ ગણાવ્યા
RELATED ARTICLES