આજે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોનો દિવસ છે. આજે બંને રાજ્યોની ચૂંટણીના શરૂઆતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. બંને રાજ્યોમાં સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.
ગુજરાતમાં 182 બેઠકોમાંથી ભાજપ 128, કોંગ્રેસ 49 અને AAP 3 બેઠકો પર આગળ ચાલી રહી છે. તે જ સમયે હિમાચલમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. હિમાચલમાં ભાજપ અને કોંગ્રેસ બંને 33-33 બેઠકો પર આગળ છે. અન્યને બે બેઠકો પર આગળ છે.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભૂપેન્દ્ર પટેલ અને સુરતની મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવી આગળ ચાલી રહ્યા છે.
વિરમગામમાં હાર્દિક પટેલ પાછળ અને આપ ઉમેવાર આગળ ચાલી રહ્યા છે.
મોરબીમાં ભાજપના કાંતિ અમૃતિયા, ડભોઈમાં શૈલેષ સોટ્ટા આગળ
વરાછાથી આપના અલ્પેશ કથીરિયા પાછળ
કતારગામથી આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા આગળ
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે એક તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું.
Election Results 2022: ગુજરતમાં ભાજપનો મજબુત દેખાવ, 128 બેઠકો પર ભાજપ, 49 બેઠકો પર કોંગ્રેસ આગળ
RELATED ARTICLES