ગુજરાત વિધાનસભાની મતગણતરીના શરૂઆતના ટ્રેન્ડમાં ફરીથી ભાજપ ફરીથી સરકાર બનાવવા જઈ રહી હોઈ એવું લાગી રહ્યું છે. શરૂઆતનાં ટ્રેન્ડમાં ભાજપ 182માંથી 138 બેઢકો પર આગળ ચાલી રહ્યું છે. એજ સમયે ગાંધીનગરમાં ભાજપનાં મુખ્યાલય કમલમમાં ઉજવણી શરૂ થઇ ગઈ છે.
શરૂઆતના વલણોમાં 138 બેઠક પર ભાજપ, 29 બેઠક પર કોંગ્રેસ આગળ છે, આપ 9 બેઠક પર આગળ છે. જ્યારે છ બેઠક પર અન્ય ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
સુતરતમાં એસ.વી.એન.આઇ.ટી કોલેજ ખાતે 6 વિધાનસભા બેઠકોની મતગણતરી થઇ રહી છે. વ્યવસ્થાના અભાવના કારણે મત ગણતરી ખોરવાઇ છે.
અમદાવાદ જીલ્લાની 21 બેઠકોમાંથી 18 બેઠક પર ભાજપ આગળ, 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે અને વડોદરાની 9 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે.
મોરબીમાં ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા આગળ ચાલી રહ્યા છે.
ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર પાછળ ચાલી રહ્યા છે.
વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ પાછળ ચાલી રહ્યા છે.
આંકલાવમાં કોંગ્રેસના અમિત ચાવડા આગળ.
દ્વારકામાં પબુભા માણેક આગળ ચાલી રહ્યા છે.
જામનગર ઉતરમાં રીવાબા આગળ ચાલી રહ્યા છે.
રાજકોટમાં ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા, રાજકોટમાં દર્શિતા શાહ, ગીતાબા, જસદણમાં કુંવરજી બાવળિયા અને કુતિયાણા બેઠક પર અપક્ષ ઉમેદવાર કાંધલ જાડેજા આગળ ચાલી રહ્યા છે.
Election result: ગુજરાતમાં સતત સાતમી વખત કમળ ખીલશે! કમલમમાં ઉજવણી શરૂ
RELATED ARTICLES