Homeઆપણું ગુજરાતચૂંટણીનો ધમધમાટ: PM મોદી, રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અમિત શાહ, કેજરીવાલ, ભગવંત...

ચૂંટણીનો ધમધમાટ: PM મોદી, રાહુલ ગાંધી, યોગી આદિત્યનાથ, અમિત શાહ, કેજરીવાલ, ભગવંત માન, ઓવૈસી આજે ગુજરાતમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાનને આડે ગણતરીના દિવસો જ બચ્યા છે દરેક રાજકીય પક્ષ પુરજોશમાં ચૂંટણીનો પ્રચાર કરી રહ્યો છે. દરેક પક્ષના સ્થાનિક અને રાષ્ટ્રીય કદના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે.
આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા, AAPના રાજ્યસભા સાંસદ સંજયસિંહ, AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતમાં વિવિધ જગ્યાએ જનસભાને સંબોધશે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ચૂંટણી સભાને સંબોધિત કરશે. બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે બે વાગ્યે જંબુસરમાં અને સાંજે ચાર વાગ્યે નવસારીમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી વિરામ લઇને ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. રાહુલ ગાંધી આજે ગુજરાતમાં બે ચૂંટણી સભાને સંબોધિત કરશે. આજે બપોરે એક વાગ્યે સુરતના મહુવાના પાંચકાકડામાં અને બપોરે ત્રણ વાગ્યે રાજકોટમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાંજે પાંચ વાગ્યે અમરેલીમાં રોડ શો યોજશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન 5 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે ઉમરગામ, કપરડા, ધરમપુર અને વાંસદામાં રોડ શો કરશે. AAP સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આખો દિવસ સૌરાષ્ટ્રમાં 4 સભાઓ સંબોધીને પ્રચાર કરશે. યોગી આદિત્યનાથ છોટાઉદેપુરના નસવાડી, મહેમદાવાદના ખાત્રજ અને પોરબંદરમાં સભા સંબોધશે.
AIMIMનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ રાત્રે 8.00 વાગે દાણીલીમડા બેઠકના ઉમેદવાર કૌશિકા પરમારના સમર્થનમાં ચૂંટણીસભા કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular