ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારો મતદાન કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ચૂંટણી પંચ અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. જગદીશ ઠાકોરે અમદાવાદના નરોડામાં મતદાન બાદ કર્યા બાદ જણાવ્યુ કે, ‘આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે, જેની પર સવાલો થાય છે. ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.’
પત્રકારો સાથેની વાત કરતા જગદીશ ઠાકોરે જણાવ્યુ કે, વધુને વધુ મતદાન થવું જોઇએ. મતદારોનો અધિકાર છે તે શાસકોને પાઠ ભણાવીને અન્ય પાર્ટીને પસંદ કરી શકે છે. મતદાનની સ્પીડ સરખી હોવી જોઇએ. કોંગ્રેસનાં બૂથો છે ત્યાં મશીન ધીમા ચાલે, મતદાનની સ્પીડ ધીમી ચાલે. બીજાના બૂથો છે ત્યાં મશીન બરાબર ચાલે. આ કેવું ચૂંટણી પંચ છે આ કેવી વ્યવસ્થા છે. જેની પર સવાલો થાય છે. જ્યાં ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.
તેમણે ગંભીર આરોપ લગાવતા જણાવ્યુ કે, પોલીસનાં અધિકારીઓ ફોન બંધ કરીને બેસી જાય છે. અમે ફરિયાદો કરીએ એનો કોઇ નિકાલ નથી આવતો. ક્યાંય કાયદો, ચૂંટણી પંચ છે કે નહીં?
‘ભાજપ ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું છે.’ જગદીશ ઠાકોરના ગંભીર આક્ષેપ
RELATED ARTICLES