એકનાથ શિંદેની ૨૦ પ્રધાનોની ટીમ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ-રાધાકૃષ્ણ વિખે -પાટીલ-સુધીર મૂનગંટીવાર-ચંદ્રકાંત પાટીલ -વિજયકુમાર ગાવિત -ગિરીશ મહાજન -ગુલાબરાવ પાટીલ -દાદાજી ભુસે -સંજય રાઠોડ -સાંદીપન ભુમરે – સુરેશ ખાડે -ઉદય સામંત -તાનાજી સાવંત -રવીન્દ્ર ચવ્હાણ -અબ્દુલ સત્તાર -દીપક કેસરકર -અતુલ સાવે -શંભુરાજ દેસાઈ -મંગલપ્રભાત લોઢા

૭૦ ટકા પ્રધાનો પર કાળી ટીલી
શિંદેની નવી ટીમમાં દરેક પ્રધાન કરોડપતિ છે. તેમાં સૌથી વધારે સંપત્તિ મલબાર હિલ્સ બેઠક પરથી જીતેલા ભાજપ ધારાસભ્ય મંગલપ્રભાત લોઢા પાસે છે. જ્યારે સૌથી ઓછી એટલે કે બે કરોડની પ્રોપર્ટી પૈઠાન સીટથી ધારાસભ્ય સંદીપન ભુમરે પાસે છે. કેબિનેટમાં ૧૨ એવા પ્રધાન છે, જેમની સામે ફરિયાદ નોંધાયેલી છે. તેમાંથી અમુક ઉપર તો ગંભીર કલમ પણ લગાવવામાં આવી છે. ચૂંટણી એફિડેવિટ પ્રમાણે મુખ્ય પ્રધાન શિંદે પર ૧૮ અને નાયબ મુખ્ય પ્રધાન વિરુદ્ધ ચાર ક્રિમિનલ કેસ દાખલ છે.
———
ટીમના કૅપ્ટન સૌથી ઓછું ભણેલા
નવી શિંદે કેબિનેટમાં એક પ્રધાન ૧૦મું અને પાંચ પ્રધાન બારમું પાસ છે. તે સિવાય એક એન્જિનિયર પ્રધાન ગ્રેજ્યુએટ, બે પોસ્ટ ગ્રેજ્યુએટ અને એક પ્રધાન ડૉક્ટર છે. બીજેપીના ધારાસભ્ય સુરેશ ખાડે સૌથી વધારે ભણેલા મંત્રી છે. રાજ્યના મુખ્ય પ્રધાન શિંદે ૧૦મું ધોરણ જ પાસ છે, જ્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગ્રેજ્યુએટ કર્યું છે.
———-
લોઢા પાસે સૌથી વધારે સંપત્તિ
વ્યવસાયે બિલ્ડર મંગલપ્રભાત લોઢા ભારતીય જનતા પાર્ટીના સૌથી અમીર મંત્રી છે. ધારાસભ્ય પાસે ૧૪ લાખ રૂપિયાની એક જેગુઆર કાર, બોન્ડ અને શેરમાં અન્ય રોકાણ છે. તેમની પાસે દક્ષિણ મુંબઈમાં પાંચ ફ્લેટ પણ છે. તેમની પાસે રાજસ્થાનમાં એક પ્લોટ છે અને તેમની પત્ની પાસે મલબાર હિલમાં એક મકાન છે.
———-
હું નારાજ નથી: બચ્ચુ કડુ
મુંબઈ: એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ મંગળવારે પાર પડ્યું. આમાં ૧૮ વિધાનસભ્યોએ પ્રધાનપદાંના શપથ લીધા. પ્રધાનમંડળમાં સ્થાન ન મળવાને કારણે અમુક અપક્ષોએ નારાજગી વ્યક્ત કરી હતી. પ્રહાર સંગઠનના પ્રમુખ બચ્ચુ કડુએ આ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રધાનપદ આપવાનું વચન આપ્યું હતું.
પ્રધાનમંડળના વિસ્તરણ બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં બચ્ચુ કડુએ કહ્યું હતું કે નારાજગી છે એવો કોઇ વિષય નથી. દરેક જણનું એવું જણાતું હતું કે હું પ્રધાન બનવો જોઇતો હતો. મને પ્રધાનપદા માટે અટકાવવામાં આવ્યો એટલે કે કાયમ માટે અટકાવી દેવામાં આવ્યો છે એવું નથી. એકસાથે જો રહેવું હોય તો સમજીને રહેવું પડશે, એવું બચ્ચુ કડુએ કહ્યું હતું. અમુક મુશ્કેલીઓ વરિષ્ઠોને હોય તો આપણે જ સમજદારી દાખવવી જોઇએ. મને વચન આપ્યું હતું, તેઓ કરશે એવું જણાવ્યું હતું.
———-
શિંદે જૂથનું મિશન સુરત-ગુવાહાટી ભ્રમણ કરાવનાર રવીન્દ્ર ચવ્હાણને ભેટ
એકનાથ શિંદે થોડા વિધાનસભ્યોને લઇને સુરત પહોંચ્યા અને ત્યાર બાદ ગુવાહાટી પહોંચ્યા. આ મિશન ભ્રમણ કર્યું હતું રવીન્દ્ર ચવ્હાણે. એકનાથ શિંદે પહેલાં તો થોડા જ વિધાનસભ્યોને લઇને સુરત પહોંચ્યા હતા અને ત્યાર બાદ ગુવાહાટી. અત્યંત ગુપ્તપણે આ મિશન હાથ ધરવામાં આવ્યું હતું અને આ મિશન ભ્રમણ કરાવ્યું હતું ભાજપના ડોંબિવલીના વિધાનસભ્ય રવીન્દ્ર ચવ્હાણે. મંગળવારે થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં રવીન્દ્ર ચવ્હાણને આ બદલ પ્રધાનપદું આપવામાં આવ્યું હતું એ એક રીતે તો ભાજપ તરફથી ભેટ જ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.