મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય ભૂકંપ વચ્ચે એક રસપ્રદ ખબર સામે આવી છે. દુનિયાભરમાં શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું નામ સર્ચ કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનના લોકો એકનાથ શિંદે અંગે જાણવામાં ખાસ રસ લઇ રહ્યા છે. પાકિસ્તાન સિવાય પણ સાઉદી અરેબિયા, થાઇલેન્ડ, કેનેડા, નેપાળ, મલેશિયા, બાંગ્લાદેશ અને જાપાન જેવામાં દેશોમાં એકનાથ શિંદે અંગે જાણવામાં લોકો ઉત્સુકતા દેખાડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં પાકિસ્તાનમાં લોકો એકનાથ શિંદે વિશે ગૂગલ સર્ચ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં 50 ટકા લોકો દ્વારા એકનાથ શિંદે અંગે ગૂગલ સર્ચ કરવામાં આવ્યું હોવાની જણકારી મળી છે. એકનાથ શિંદેની પાકિસ્તાનથી વધુ સાઉદી અરેબિયામાં ચર્ચા છે. અહીં 57 ટકા લોકો એકનાથ શિંદે અંગે જાણવા ઇચ્છે છે. દુનિયાભરમાં 33 દેશોમાં છેલ્લા ત્રણ દિવસમાં પાંચ નેતાઓ અંગે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું છે. દુનિયાના આ પાંચ નેતાઓમાંથી એક એકનાથ શિંદે છે. એકનાથ શિંદેનું નામ પાકિસ્તાનમાં 54 ટકા, સાઉદી અરેબિયામાં 57 ટકા, મલેશિયામાં 61 ટકા, નેપાળમાં 51 ટકા, બાંગ્લાદેશમાં 42 ટકા, થાઇલેન્ડમાં 54 ટકા, જાપાનમાં 59 ટકા, કેનેડામાં 55 ટકા લોકો સર્ચ કરી રહ્યા છે. ભારતમાં એકનાથ શિંદેની પૂરી પ્રોફાઇલ શું છે? એમની જાતિ શું છે? તેઓ પ્રધાન કઇ રીચે બન્યા? એમણે કઇ રીતે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીને સંકટમાં મૂકી દીધી? આ બાબતોની ચર્ચા થઇ રહી છે અને તે જ સવાલોના જવાબ મેળવવા લોકો ગૂગલ સર્ચ કરી રહ્યા છે.

સરસ