Maharashtraમાં શિંદેશાહી! એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્રના CM, દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાનું પદ સંભાળ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના શપથ ગ્રહણ કરી લીધા છે. શપથ લેતાની સાથે જે તેઓ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બની ગયા છે. શિંદેની સાથે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન પદે શપથ લીધા છે. PM નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસ સાથે બે વાર ફોન પર વાત કરી. એ પછી દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે તૈયાર થયા છે.

મહારાષ્ટ્રમાં ઝડપથી બદલાઇ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરતા કહ્યું હતું કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાના કહેવા પર દેવેન્દ્ર ફડણવીસે મોટું દિલ રાખીને મહારાષ્ટ્ર રાજ્ય અને જનતાના હિત માટે સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મહારાષ્ટ્ર પ્રતિ તેમની સાચી નિષ્ઠા અને સેવાભાવ છે. એ માટે હું તેમને દિલથી શુભેચ્છા આપુ છું.

નોંધનીય છે કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યપ્રધાન બનવુ જોઇએ. ફડણવીસે મોટું દિલ રાખ્યુ છે, પણ અમને એમ લાગે છે કે ફડણવીસે સરકારમાં સામેલ થલુ જોઇએ. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ તરફથી દેવેન્દ્ર ફડણવીસને અપીલ કરવામાં આવી છે કે તેઓ સરકારમાં રહે અને નાયબ મુખ્યપ્રધાનનું પદ તેમની પાસે રાખે.

એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને શુભેચ્છા આપતા કહ્યું હતું કે આજે ફરી એકવાર સાબિત થઇ ગયુ છે કે ભાજપના મનમાં કયારે પણ મુખ્યપ્રધાન પદની લાલચ નહોતી. 2019ની ચૂંટણીમાં દેવેન્દ્ર ફડણવીસને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો, પરંતુ એ સમયે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યપ્રધાન પદની લાલચમાં અમારો સાથ છોડી દીધો હતો અને વિપક્ષ સાથે આવીને સરકાર બનાવી હતી.

દરમિયાન શપથ ગ્રહણ સમારોહ પહેલા દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રામાણિક કાર્યકર્તા હોવાના નાતે પાર્ટીના આદેશનું હું પાલન કરું છું. જે પાર્ટીએ મને સર્વોચ્ચ પદ સુધી પહોંચાડ્યો, તેનો આદેશ મારા માટે સર્વોપરિ છે.

ઉપરાંત શપથ ગ્રહણ પહેલ મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેમના ટ્વિટરની પ્રોફાઇલ ફોટો બદલી નાખી છે. શિંદેએ બાળાસાહેબ સાથેની તેની તસવીર લગાવી છે. આ તસવીરના માધ્યમથી તેમણે ફરી એકવાર ઉદ્ધવ ઠાકરેને સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.