ગુરુ પૂર્ણિમાના અવસરે બાળા સાહેબને CM શિંદેએ આપી શ્રદ્ધાંજલિ, કહ્યું- એમના આશીર્વાદથી જ આજે હું મુખ્યપ્રધાન તરીકે તમારી સમક્ષ ઊભો છું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ગુરુ પૂર્ણિમાના અવસરે શિવસેનાના સ્થાપક હિંદુદૃદયસમ્રાટ બાળા સાહેબ ઠાકરેને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમના આશીર્વાદથી જ હું આજે મુખ્યપ્રધાનના રૂપમાં તમારે સામે ઊભો છું. મહારાષ્ટ્રના રાજકારણમાં જ્યારે ઉથલ-પાથલ સર્જાઇ હતી ત્યારે એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ બાળા સાહેબના તેમના આદર્શ માને છે.
શિંદેએ કહ્યું હતું કે તેઓ એક શિવસૈનિક છે અને પાર્ટીના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેએ શીખવાડેલા આદર્શો સાથે વિશ્વાસઘાત નહીં કરે.

એકનાથ શિંદેએ કહ્યું હતું કે અમે બાળા સાહેબના શિવસૈવિક છે. બાળા સાહેબે અમને હિન્દુત્વ શીખવાડ્યુ છે. અમે સત્તા માટે બાળા સાહેબના આદર્શો અને ધર્મવીર દિઘેની શિક્ષાઓ સાથે કયારેય વિશ્વાસઘાત નથી કર્યો અને કયારેય નહીં કરીએ.
નોંધનીય છે કે શિવસેનામાં બળવાખોરી બાદથી જ બાળા સાહેબના વારસા પર અધિકાર જમાવવાની જંગ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે શરૂ છે. ઉદ્ધવ ઠાકરે બાળા સાહેબના દીકરા છે, તો બીજી બાજુ શિંદે તેમને પોતાના આદર્શ માને છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.