ડી. વાય. પાટિલ યુનિવર્સિટી તરફથી ડી. લીટની પદવી એનાયત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને ડીવાય પાટિલ યુનિવર્સિટી તરફથી ડી.લીટની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે આયોજિત દીક્ષાંત સમારોહમાં તેમને વિધિપૂર્વક ડી.લીટની પદવી એનાયત કરવામાં આવી હતી. ડીવાય પાટીલ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમની રાજકીય કારકિર્દી દરમિયાન સામાજિક, તબીબી અને કટોકટી વ્યવસ્થાપન ક્ષેત્રે તેમના કાર્ય માટે આ માનદ ડી.લીટ ડિગ્રી એનાયત કરવામાં આવી રહી છે.
સામાજિક ક્ષેત્રમાં, ખાસ કરીને કોરોનાના સમયગાળા દરમિયાન, શિંદેએ દર્દીઓને સમયસર તબીબી સહાય મળે, તેમને રેમડેસિવીર અને અન્ય દવાઓ મળે તે માટે ખાસ પ્રયાસો કર્યા હતા અને લોકો સાથે ભળીને તેમણે ઘણા લોકોને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં તબીબી સુવિધાઓ, ઓક્સિજન અને પથારીની ઉપલબ્ધતા સમયસર મળી રહે તે માટે પણ તેમણે ખાસ પ્રયાસો કર્યા હતા.