નાશિકઃ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ સાંજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. દરિમયાન તેમણે ઈજાગ્રસ્તો સાથે પણ વાત-ચીત કરી હતી.
नाशिक जिल्ह्यातील इगतपुरी येथील दुर्घटनाग्रस्त जिंदाल कंपनीची पाहणी; पत्रकारांशी संवाद https://t.co/kkxX8vBKrr
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) January 1, 2023
પત્રકારો સાથેની વાત-ચીતમાં તેમણે એવું જણાવ્યું હતું કે આ એક દુર્દેવી દુર્ઘટના છે. મૃતકોને સરકાર દ્વારા પાંચ-પાંચ લાખનું વળતર આપવામાં આવશે. આ આગ ખૂબ જ ભીષણ હતી. ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર મળે એ માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘટનાની જાણ થઈ ત્યારથી જ હું સતત અધિકારીઓના સંપર્કમાં હતો અને પળેપળની માહિતી લઈ રહ્યો હતો. આ ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.