રતન ટાટાને મળ્યા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન

આમચી મુંબઈ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે સવારે દેશ અને દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા સાથે મુલાકાત કરી હતી. તેમણે ટાટાના મુંબઈ સ્થિત નિવાસસ્થાને જઈને મુલાકાત લીધી હતી અને મીડિયા સાથે વાત કરતાં શિંદેએ જણાવ્યું હતું આ મુલાકાત પાછળ કોઈ રાજકારણ નથી, શિષ્ટાચાર છે. રતન ટાટાની તબિયત સારી છે. રતન ટાટાએ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનો કારભાર સંભાળવા બદલ શુભેચ્છાઓ આપી હતી.
આ ઉપરાંત શિંદેને જ્યારે ઘણા નિર્ણયો સ્થગિત કરવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ઠાકરે સરકારના અંતિમ દિવસોમાં જે નિર્ણયો ઉતાવળમાં લેવાયા હતાં તેને સ્થગિત કરવામાં આવ્યા છે. જોકે, સરકારના આવશ્યક કાર્યો પર રોક લગાવવામાં આવી નથી. સરકાર બદલાવાથી સાર્વજનિક વિકાસ કાર્યો રદ કરવામાં આવ્યા નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.