Homeઆમચી મુંબઈએકનાથ શિંદે જૂથની પહેલી ઓફિસ શિવાલયની સામે

એકનાથ શિંદે જૂથની પહેલી ઓફિસ શિવાલયની સામે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની બાળાસાહેબાંચી શિવસેનાને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાની ઓફિસની સામે જ ઓફિસની જગ્યા મળી છે.
મંત્રાલયની સામે આવેલા સી-૨ બંગલામાં હવે એકનાથ શિંદેના જૂથની પહેલી ઓફિસ બનશે. આ પહેલાં એકનાથ શિંદેના જૂથ દ્વારા દાદરમાં અને થાણેમાં ઓફિસ બનાવવામાં આવશે એવી વાત થઈ હતી, પરંતુ આ ઓફિસો તૈયાર થાય તે પહેલાં મંત્રાલયની સામે તેમની પહેલી ઓફિસ ખુલ્લી મુકાશે.
શિવાલયની સામે જ આવેલો આ સરકારી બંગલો અત્યારે નૂતનીકરણ હેઠળ છે અને ટૂંક સમયમાં ત્યાં બાળાસાહેબાંચી શિવસેનાની ઓફિસ બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular