એકનાથ શિંદેની આગેવાની હેઠળના બળવાખોરોએ તેમના જૂથનું નામ ‘શિવસેના બાળાસાહેબ’ રાખ્યું

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળનું બળવાખોર જૂથ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારને તોડી પાડવા માટે ભાજપ સાથે હાથ મિલાવશે તેવી અટકળો વચ્ચે નવા સમાચાર આવ્યા છે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર સામે બળવો કરનાર એકનાથ શિંદે કેમ્પે શનિવારે તેમના જૂથનું નામ ‘ શિવસેના બાળાસાહેબ ‘ રાખ્યું છે અને જણાવ્યું છે કે તેઓ કોઇ પણ પક્ષ સાથે નહીં ભળે. “અમારું જૂથ શિવસેના બાળાસાહેબ કહેવાશે. અમે કોઈપણ પક્ષમાં વિલીનીકરણ કરીશું નહીં, એમ શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઇકાલે તેમના વિસ્ફોટક ભાષણમાં એકનાથ શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. એમણે કહ્યું હતું કે શિવસેના અને ઠાકરેનું નામ લીધા વગર શિંદે જૂથ તેના પગ પર ઊભા રહીને દેખાડે. આજે એકનાથ શિંદેના જૂથે તેના ગ્રુપનું નામકરણ જ બાળાસાહેબ ઠાકરે અને શિવસેનાના નામ પર કરી દીધું છે. દરમિયાન એકનાથ શિંદે જૂથ વિરુદ્ધ શિવસેના વધુ આક્રમક થઇ ગઇ છે. શિવસેનાએ ચૂંટણી પંચને પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઇને પણ શિવસેના કે બાળાસાહેબના નામનો ઉપયોગ કરવાની મંજૂરી ન આપવી જોઇએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.