શિંદે સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાના નિર્ણય પર રોક લગાવી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બે સ્થળો, ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાના નિર્ણયને શિંદે-ફડણવીસ સરકારે હાલ પૂરતો અટકાવી દીધો છે. શિંદે-ફડણવીસ સરકાર આ પ્રસ્તાવને નવેસરથી કેબિનેટ સમક્ષ મૂકશે. જે સમયે ઉદ્ધવ ઠાકરેની સરકારે નિર્ણય લીધો ત્યારે રાજ્યપાલે બહુમત સાબિત કરવા માટે સરકારને પત્ર લખ્યો હતો ત્યારે આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા હતા.
નોંધનીય છે કે ખુરશીના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ગયા મહિને એક મોટો નિર્ણય લીધો હતો, જેમાં તેણે ઔરંગાબાદ શહેરનું નામ ‘સંભાજીનગર’ રાખવાની મંજૂરી આપી હતી. તે જ સમયે, ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ‘ધારાશિવ’ કરવામાં આવ્યું હતું. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું. તે જ સમયે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી.
અગાઉ, એનસીપીના વડા શરદ પવારે કહ્યું હતું કે “આ સ્થાનોનું નામ બદલવું એ એમવીએના કોમન મિનિમમ પ્રોગ્રામનો ભાગ નથી”. તેણે કહ્યું કે મને આ નિર્ણય લીધા પછી જ ખબર પડી. આ કોઈપણ પૂર્વ સલાહ વિના લેવામાં આવ્યું હતું. આ પ્રસ્તાવ પર કેબિનેટની બેઠક દરમિયાન અમારા લોકો દ્વારા અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ નિર્ણય (તત્કાલીન) મુખ્ય પ્રધાન (ઠાકરે)નો હતો.” જ્યારે ઔરંગાબાદના લોકસભા સાંસદ અને AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલે ભૂતકાળમાં કહ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારના દાવા કે તેઓ શહેરનું નામ બદલવાના પગલાથી અજાણ હતા એ “હાસ્યાસ્પદ” છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.