Eknath Shinde Government: કેબિનેટ વિસ્તરણ મોકૂફ, સુપ્રીમ કોર્ટના નિર્ણય પર દેશનું ધ્યાન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘટનાક્રમે જોર પકડ્યું છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હંમેશા દિલ્હી જઈને ભાજપના નેતાઓને મળે છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં વિપક્ષો કહી રહ્યા છે કે આ એક ગેરબંધારણીય સરકાર છે. આથી આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. શિવસેના કોની એ વિષય પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે અને સાથે શિવસેના દ્વારા દાખલ કરાયેલી સોળ ધારાસભ્યોની અરજી પર સોમવારે કોર્ટમાં સુનાવણી થશે. આ સુનાવણી પર પર સૌનું ધ્યાન છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારની સુનાવણીમાં શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને રાહત આપતું નિરીક્ષણ કર્યું હતું અને મૂળ પક્ષના મહત્વને પણ માન્ય રાખ્યું હતું. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને બંને શિવસેનાના મુદ્દે કોઇ પણ નિર્ણય લેવા પર રોક લગાવી છે. ગુરુવારે પ્રધાન મંડળના વિસ્તરણના અહેવાલો વચ્ચે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની તબિયત લથડતા તેમના બધા કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી દોડી ગયા હતા. હવે આ સંજોગોમાં પ્રધાન મંડળનું વિસ્તરણ આજે પણ મોકૂફ રહેતા વિપક્ષોને વિરોધ કરવાનો મોકો મળી ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.