મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણના એંધાણ! Eknath Shinde સાંજે જશે દિલ્હી

આમચી મુંબઈ

મહારાષ્ટ્રની શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ આગામી બે દિવસમાં થાય એવી ભારોભાર શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સાંજના તમામ કાર્યક્રમો કેન્સલ કરી નાંખ્યા છે. રાત્રે તેઓ દિલ્હીમાં ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાત લેશે. સાંજે 7.30 વાગ્યે તેમની દિલ્હી માટેની ફ્લાઈટ છે. તેમની સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જશે. તેથી આગામી એક બે દિવસમાં કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.