અમારી સુરક્ષા હટાવી લેવામાં આવી છે, ‘MVA દ્વારા બદલાનું રાજકારણ કરવામાં આવે છે’, એકનાથ શિંદેનો દાવો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

બળવાખોર SS MLA એકનાથ શિંદે ટ્વીટ કર્યું છે કે CM અને HMના આદેશથી શિવસેનાના ધારાસભ્યોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. ધારાસભ્યો અને તેમના પરિવારોને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે. બળવાખોર શિવસેના ધારાસભ્યએ ચેતવણી આપી છે કે જો ધારાસભ્યોના પરિવારના સભ્યોને કોઈ નુકસાન થાય છે, તો એનસીપી વડા શરદ પવાર, મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના પ્રધાન આદિત્ય ઠાકરે અને શિવસેનાના સાંસદ સંજય રાઉત સહિત મહા વિકાસ આઘાડીના ટોચના નેતાઓ જવાબદાર રહેશે.

राजकीय आकसापोटी शिवसेनेच्या आमदारांचे संरक्षण मुख्यमंत्री आणि गृहमंत्री यांच्या आदेशाने काढून घेण्यात आले आहे. त्यांच्या व त्यांच्या कुटुंबीयांच्या संरक्षणाची जबाबदारी सरकारची आहे.#MVAisAntiShivsena pic.twitter.com/lX2qjVTxGM

— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) June 25, 2022

“>
 

બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ શનિવારે આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકારે તેમના પરિવાર અને તેમની સાથે ગુવાહાટીમાં રહેલા અન્ય ધારાસભ્યોને આપવામાં આવેલ સુરક્ષા કવચ પાછું ખેંચી લીધું છે.
જોકે, મહારાષ્ટ્ર સરકારે આવો કોઈ આદેશ જારી કરવાનો ઈન્કાર કર્યો હતો. “મુખ્યમંત્રી કે ગૃહ વિભાગે કોઈપણ ધારાસભ્યની સુરક્ષા પાછી ખેંચવાનો આદેશ આપ્યો નથી. ટ્વિટર દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને સંપૂર્ણ પાયાવિહોણા છે, એમ મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વાલ્સે પાટીલે જણાવ્યું હતું.
તે જ સમયે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે શિંદેના પત્ર પર પ્રતિક્રિયા આપતા કહ્યું, “તમે ધારાસભ્ય છો, તેથી તમને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તમારા પરિવારના સભ્યોને તે પ્રદાન કરી શકાય નહીં.”
દરમિયાનમાં મળતી માહિતી મુજબ રાજ્યમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, થાણે જિલ્લા વહીવટીતંત્રે જૂન સુધી જિલ્લામાં કોઈપણ પ્રકારની રાજકીય સરઘસ, એકત્રીકરણ અથવા સૂત્રોચ્ચાર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. થાણે પોલીસે હાલમાં થાણે શહેરમાં કલમ 144 સીઆરપીસી લાગુ કરી છે.
દરમિયાનમાં શિવસેનાના પુણેના બળવાખોર નેતા તાનાજી સાવંતના કાર્યાલયમાં તોડફોડના સમાચાર મળ્યા છે. રાજ્યમાં પ્રવર્તી રહેલી ઉથલપાથલ અને બદલાના રાજકારણની પ્રવૃત્તિઓ જોઇને અપક્ષ સાંસદ નવનીત રાણાએ સુરક્ષાની માગણી કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.