એકનાથ ખડસેએ શિંદે-ભાજપ ગઠબંધનને લઈને કર્યો મોટો ધડાકો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

શિવસેનાના બળવાને કારણે બહુમતી ગુમાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. પોતાના જ પક્ષના મુખ્યમંત્રી હોવા છતાં શિવસેનાના ધારાસભ્યોના બળવાની ચર્ચા રાજ્યના રાજકારણમાં થઈ રહી છે. એનસીપીના નેતા અને વિધાન પરિષદના ધારાસભ્ય એકનાથ ખડસેએ હવે વિદ્રોહ પર પ્રતિક્રિયા આપી છે. ખડસેએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે પહેલેથી જ અલિખિત છુપાયેલ ગઠબંધન હતું.
ઇતિહાસ દર્શાવે છે કે એકનાથ શિંદેએ ક્યારેય ભાજપની ટીકા કરી નથી. સરકારમાં રહીને તેમણે ભાજપના ધારાસભ્યોના કામને મંજુરી આપી હતી. તેથી તેમનો નિર્ણય શરૂઆતથી જ ભાજપ સાથે જવાનો હતો. તેવી જ રીતે ભાજપના નેતા ગિરીશ મહાજને શિવસેના પર વારંવાર નિમ્ન સ્તરના આક્ષેપો કર્યા છે. જો કે જલગાંવ જિલ્લાના મંત્રી ગુલાબરાવ પાટીલે આ અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી. ગુલાબરાવ પાટીલે ક્યારેય ગિરીશ મહાજનની ટીકા કરી નથી. આ બંને બાબતો સાબિત કરે છે કે આ બળવાખોર ધારાસભ્યોનો ભાજપ સાથે જવાનો વિચાર માત્ર અત્યારે જ નહીં પરંતુ ભૂતકાળમાં હતો અને તે હવે આખી દુનિયા સમક્ષ આવી ગયો છે,’ એમ એકનાથ ખડસેએ મુક્તાનગર સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું.
ભાજપના નેતાઓ મંગળવારે રાજ્યપાલને મળ્યા હતા અને દાવો કર્યો હતો કે મહાવિકાસ ગઠબંધન લઘુમતીમાં છે. રાજ્યપાલે સરકારને તાત્કાલિક અધિવેશન બોલાવવા પણ સૂચના આપી હતી. જોકે, છેલ્લા બે વર્ષમાં કેબિનેટે રાજ્યપાલને 12 ધારાસભ્યોની ભલામણ કરી હતી. એ યાદીને સત્વરે મંજૂર કરવામાં આવી હોત તો રાજ્યપાલ માટે માન વધી ગયું હોત,’ એમ ખડસેએ કટાક્ષ કરતા કહ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.