(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં ભટ્ટવાડીમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના મકાનના બાંધકામ દરમિયાન દીવાલ તૂટી પડતાં આઠ જખમી થયા હોવાનો બનાવ બન્યો હતો.
ભટ્ટવાડીમાં આર.બી. કદમ માર્ગ પર હનુમાન મંદિર નજીક જવાહર પ્લોટ પર ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બાંધકામ ચાલી રહ્યું હતું. શનિવારે મોડી સાંજે આ બાંધકામની દીવાલ અચાનક તૂટી પડી હતી, જેમાં ત્રણ મહિલા સહિત આઠ લોકો જખમી થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને રજા આપવામાં આવી હતી.
જખમીમાં ૬૯ વર્ષના બબન ભોર, ૫૫ વર્ષના નિર્મલા ભોર, ૩૮ વર્ષના સુરેખા ભોર, ૨૯ વર્ષના રિંકુ કનોજિયા, ૨૪ વર્ષનો રહેમત અલી, ૨૮ વર્ષનો બબલુ ચવાણ, ૧૮ વર્ષનો ધર્મેન્દ્ર ચવાણ અને ૪૫ વર્ષના બજરંગી યાદવનો સમાવેશ થાય છે.ઉ
ઘાટકોપરમાં દીવાલ તૂટી પડતાં આઠ જખમી
RELATED ARTICLES