Homeઆમચી મુંબઈનાગપુરમાં શરદ પવાર અને નીતિન ગડકરીની વચ્ચે આઠ કલાકમાં બે મુલાકાત

નાગપુરમાં શરદ પવાર અને નીતિન ગડકરીની વચ્ચે આઠ કલાકમાં બે મુલાકાત

નવા સમીકરણો રચાવવાની અટકળો તેજ

નાગપુરઃ મહારાષ્ટ્રના રાજકારણમાં નિરંતર ઉથલપાથલ થતી જોવા મળી રહી છે, જેમાં મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર તૂટ્યા પછી પણ નવી સરકારનું ગઠન થયું હતું. જોકે, નવી સરકારને તોડવાના પ્રયાસો અને ગમે ત્યારે તૂટી શકે એવા વિપક્ષના દાવાઓની વચ્ચે તાજેતરમાં એનસીપીના સર્વેસર્વા શરદ પવાર અને ભાજપના ટોચના નેતા નીતિન ગડકરીની વચ્ચે આઠ કલાકમાં બે વખત મુલાકાત લઈને રાજકારણમાં ગરમાવો વધ્યો હતો. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના પ્રયાસને કારણે અહીંના લેક ખાતે લાઈટ એન્ડ લેઝર શો બનાવાયો છે. આ લાઈટ એન્ડ લેઝર શો મૂળ તો નાગપુર શહેરના પ્રાચીન કાળથી લઈને અત્યાર સુધીના ઈતિહાસની ઝાંખી કરાવે છે, ત્યારે શનિવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર પણ શો જોવા ગયા હતા, ત્યારે બંને એકબીજાને મળ્યા હતા. અહીં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા નીતિન ગડકરીને શરદ પવાર પણ મળ્યા હતા. અહીં એ જણાવવાનું કે આઠ કલાકમાં ગડકરી અને પવાર બે વખત મળ્યા હતા. છેલ્લા દોઢ મહિનામાં નાગપુરમાં શરદ પવાર અને ગડકરીની વચ્ચે આ બીજી મીટિંગ થઈ છે.

આ મુલાકાત મુદ્દે અનેક તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે બપોરે પણ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે નાગપુરમાં ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને મળ્યા હતા. આઠ કલાકમાં બંને નેતાની વચ્ચે બે મુલાકાત થઈ હોવાને કારણે રાજકીય ગરમાવો વધ્યો છે. બંને નેતાની વચ્ચે શેરડીની ખેતી, સાકરના કારખાના અને ખેડૂતોને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. બપોર પછી ફરી એક વખત શરદ પવાર અને ગડકરી રાતના લાઈટ એન્ડ લેઝર શોમાં સાથે જોવા મળ્યા હતા.

એનસીપીના પ્રમુખ શરદ પવાર નાગપુરના બે દિવસના પ્રવાસે છે. દોઢ મહિનામાં શરદ પવારે બીજી વખત મુલાકાત કરી છે. બંને વખતની મુલાકાતમાં ખાસ કરીને શરદ પવાર નીતિન ગડકરીને અચૂક મળ્યા હતા. આ વખતનો શરદ પવારનો પ્રવાસ મધ્ય પ્રદેશના સિવિનીમાં આદિવાસી અધિકાર જનસભાને સામેલ થવાનો હતો, પરંતુ એના પહેલા પવાર રાતના નાગપુર એરપોર્ટ પર પહોંચીને ગોપાલપુર અને મ્હસાલા ખાતેની સંસ્થામાં ગયા હતા. વસંતદાદા સૂગર ઈન્સ્ટિટ્યૂટ દ્વારા લેવામાં આવેલી જમીનનું પવારે નિરીક્ષણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -