Homeઆમચી મુંબઈસીમા વિવાદ ઉકેલવાના પ્રયાસો નબળી માનસિકતા સાથે શરૂ થયા: શિંદે

સીમા વિવાદ ઉકેલવાના પ્રયાસો નબળી માનસિકતા સાથે શરૂ થયા: શિંદે

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે વિધાન પરિષદમાં એવું નિવેદન કર્યું હતું કે રાજ્ય સરકારના કર્ણાટક સાથેના સીમા વિવાદને ઉકેલવાના પ્રયાસો નબળી માનસિકતા સાથે શરૂ થયા હતા અને પહેલા મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવ્હાણે પાડોશી રાજ્યના મરાઠીભાષી વિસ્તારોનો સમાવેશ કરવા માટેના પ્રસ્તાવમાં સમયમર્યાદા સ્પષ્ટ કરી નહોતી.
શિંદેનું નિવેદન ભાજપના વલણ સાથે મેળ ખાતું જણાય છે. ભાજપ હંમેશા છ દાયકાથી સીમાવિવાદ ન ઉકેલવા માટે અગાઉની સરકારોને દોષી માને છે.

મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં પહેલો ઠરાવ ત્યારના મુખ્ય પ્રધાન દ્વારા માંડવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં બેલગામ, કારવાર અને અન્ય ગામોને મહારાષ્ટ્રમાં સમાવિષ્ટ કરવાની વાત કરવામાં આવી હતી. ચવ્હાણે પોતાના ઠરાવમાં આ વિવાદને ઉકેલવા માટેની સમયમર્યાદા સ્પષ્ટ કરી નહોતી. આમ મહારાષ્ટ્રનો સીમાવિવાદ ઉકેલવાનો સંઘર્ષ નબળી માનસિકતા સાથે શરૂ થયો હતો.
ચવ્હાણે પોતાના ઠરાવમાં જણાવ્યું હતું કે તેમને ન્યાય અને વાર્તાલાપના માધ્યમથી સમસ્યાનો ઉકેલ જોઈએ છે, પરંતુ સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે આ સમસ્યાને ઉકેલવા માટે સમય લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular