વિરોધનો અગ્નિ ઓલવવાના પ્રયાસો: અગ્નીવીરો માટે અનામતથી લઈને સસ્તી લોનની કેન્દ્ર સરકારની જાહેરાત

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સૈન્યમાં ભરતી સંબંધિત ‘અગ્નિપથ’ યોજનાને લઈને દેશભરમાં હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. ઘણા રાજ્યોમાં યુવાનો રસ્તા પર ઉતરીને આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કરતા કરોડો રૂપિયાની જાહેર સંપતિને નુકશાન પહોંચ્યું છે. હવે વિરોધની અગ્નિ શાંત કરવા કેન્દ્ર સરકાર વિવિધ જાહેરાત કરી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અને આસામ રાઈફલ્સની ભરતીમાં અગ્નિવીર માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે.

સરકારે અગ્નિપથ યોજનામાં સ્કીમમાં કેટલાક ફેરફાર કરવાની જાહેરાત કરી છે. અગ્નિપથ યોજનાને લઈને સરકાર દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાતો અનુસાર, હવે અગ્નિવીરોને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સહિત આસામ રાઈફલ્સની ભરતીમાં ૧૦ ટકા અનામત આપવામાં આવશે. આ ઉપરાંત અગ્નિવીરોની ભરતી માટે મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ પણ આપવામાં આવી છે. આગ્નીપથ યોજનામાં ભરતીની મહતમ વય મર્યાદા ૨૧ વર્ષથી વધારીને ૨૪ વર્ષ કરવામાં આવી છે. સરકારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે અગ્નિવીરોની પ્રથમ બેચ માટે ઉચ્ચ વય મર્યાદામાં પાંચ વર્ષની છૂટ આપવાની પણ જાહેરાત કરી છે.

“>

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દ્વારા અગ્નિવીરોને સસ્તા દરે લોનની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. રક્ષા મંત્રીના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે જે યુવાનો ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપીને બહાર આવશે તેને જીવનભર અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. જો અગ્નિવીર કોઈ કામ કરવા ઈચ્છે તો તેને સસ્તા દરે લોન પણ આપવામાં આવશે.

“>

કેન્દ્ર સરકારની આ નવી યોજનાઓ સામે સૌથી વધુ હિંસા બિહારમાં જોવા મળી રહી છે. બિહારમાં હિંસક વિરોધને જોતા 12 જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા 48 કલાક માટે બંધ કરી દેવામાં આવી છે.
આ જાહેરાતો બાદ પણ યુવાનોનો આક્રોશ શાંત થયો હોય એવા કોઈ સંકેત નથી મળી રહ્યા. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ભારે વિરોધને પગલે આ યોજના પણ કૃષિ કાયદાઓની માફક પાછી ખેંચવામાં આવશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.