Homeઉત્સવલોકતંત્રમાં શિક્ષણ - પ્રશિક્ષણ અને સ્વચ્છ -ઈમાનદાર, બેદાગ છબી ધરાવતા પ્રતિનિધિઓની તાતી...

લોકતંત્રમાં શિક્ષણ – પ્રશિક્ષણ અને સ્વચ્છ -ઈમાનદાર, બેદાગ છબી ધરાવતા પ્રતિનિધિઓની તાતી જરૂરિયાત!

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

શુજા ખાવરની ગઝલનો એક શેર છે.
હાલાત ન બદલે તો ઇસ બાત પે રોના,
બદલે તો બદલતે હુએ હાલાત પે રોના!
પરિસ્થિતિ બહુ જ ખરાબ છે અને તેમાં અપેક્ષિત પરિવર્તન થતું નથી, તો શિકાયત કરવી વ્યાજબી છે, પરંતુ પરિવર્તન માટે કોઈ શિકાયત કરે તો એ વ્યાજબી નથી. ઘણા લોકોને તો આદત જ હોય છે કે પરિવર્તનનો વિરોધ કરવો. કારણ કે, જેના લાભથી તેઓ વંચિત રહી જતા હોય. કોઈપણ બહાનાથી તેઓ પરિવર્તનથી બચવા માગતા હોય છે અને એમાં ખામીઓ કાઢવાના પ્રયત્નો કરતા હોય છે. તેઓ ભારતીય લોકતંત્રમાં વિપક્ષી પક્ષોની ભૂમિકાની જેમ એનું મુખ્ય કાર્ય સત્તાપક્ષ દ્વારા કોઈપણ પરિવર્તનનો વિરોધ કરવાનો રહ્યો છે. જૂની શિક્ષણ પદ્ધતિમાં, સ્કૂલો મે શિક્ષક ‘કેન્દ્ર પર થા છાત્ર નહી’,પરંતુ આજે પરિસ્થિતિ જુદી છે. એટલે નયી સ્કુલ, નયી ઇશક્ષા મે બચ્ચે ‘કેન્દ્ર મે હૈં શિક્ષક નહીં’, એવી જ રીતે પુરાને પરિવારમે માં કેન્દ્ર મેં થી, બચ્ચે નહિ, પિતા ” કેન્દ્ર મેં થા બચ્ચે નહિ, નયે પરિવાર મે બચ્ચે કેન્દ્ર પર હૈ, તો આ પરિવર્તનમાં આપણે એવી અપેક્ષા રાખીએ કે લોકતંત્રના પ્રતિનિધિઓમાં શિક્ષણ પ્રશિક્ષણ કેન્દ્રમાં હોય? શું ખરેખર આ ચર્ચા કેન્દ્રમાં રહેશે? સવાલ અનેક છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦માં સુધારા સાથે ઘણી બાબતો દૂર થશે અને સારી બાબતોનો સમાવેશ છે. ઘણા અંશે શિક્ષણમાં ફેરફાર થશે. સવાલ એ છે કે, સાચા અર્થમાં તેનો અમલ થશે?
આ બાબતની ચર્ચા કરતા પહેલા ઇતિહાસ તરફ એક નજર કરી લઈએ. પ્રાચીન સમયમાં જે બુદ્ધિજીવી વર્ગ હતો તે સામાજિક આધારો પર વિચારો અને રાજનીતિક ગતિવિધિઓનું વિશ્ર્લેષણ કરતા. પરંતુ આજે સ્વતંત્ર થયા પછી આ પરિસ્થિતિ ઉલટી જોવા મળે છે.
“સુન સકો તો સુનો થોડી દેર પુકારુગાં ઔર ચલા જાઉંગા” ઓશોનું વિધાન વ્યક્તિને માનવની સાથે શિક્ષિત કરવાની દિશામાં પગલુ ક્રાંતિકારી કહી શકાય. દુ:ખ એ વાતનું છે કે, કાં તો આ વિધાન લોકો સુધી પહોચ્યું નથી અથવા તો પહોંચવા દેવામાં આવ્યું નથી. આપણે સમજી શકીએ છીએ કે, આપણા નિરક્ષર લોકો સુધી આ વિચાર નથી જ પહોચ્યો પરંતુ લોકતંત્રના પ્રતિનિધિઓ સુધી આ વિચાર નથી જ પહોચ્યો કે તેઓ અમલ કરવા નથી ઇચ્છતા. અન્યથા ૨૧મી સદીમાં આપણા લોકતંત્રના પ્રતિનિધિમાં શિક્ષણ-પ્રશિક્ષણની તાતી જરૂરિયાત ઊભી જ ન થાય. કાંતો તેઓ શિક્ષણને સત્તાનું સાધન સમજે છે. તેમને આપણે સૌએ યાદ કરાવવું પડશે કે શિક્ષણ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે.
લોકશાહીમાં ઘણી વાર તો એવું લાગે કે, નિરક્ષર લોકો સાક્ષર પર શાસન કરી રહ્યા છે. જેનું સીધું પરિણામ ભારતમાં ભ્રષ્ટાચાર છે. અગાઉ આદર્શ સોસાયટી કૌભાંડ(મહારાષ્ટ્ર) કોમન વેલ્થગેમ(દિલ્હી), ૨-જી સ્પ્રેકટમ (સંદેશાવ્યવહાર), નીરવ મોદી અને માલ્યા જેવા લોકોએ આવા અનેક કૌભાંડો કરીને ભારતને અબજો રૂપિયાનો ચૂનો લગાવ્યો અને ભારતને ૧૦ વર્ષ વિકાસની દિશામાં પાછળ ધકેલી દીધું છે. સાવ એવું પણ નથી કે અભણ લોકો જ ભ્રષ્ટાચાર કરે છે, હમણાં હમણાં તો શિક્ષિત લોકો ભ્રષ્ટાચાર કરવામાં અભણ લોકોના રેકોર્ડ તોડી રહ્યા છે. આમ છતાં શિક્ષિત અને અનુભવના સમન્વયથી ભ્રષ્ટાચાર ઓછો થશે.
એકાદ દસકા આગાઉ ભારત સરકારે બંધારણમાં સુધારો કરી પ્રાથમિક શિક્ષણને ફરજિયાત બનાવી એક ઐતિહાસિક પગલું ભર્યુ છે, પરંતુ શિક્ષણક્ષેત્રે હજી તો ઘણી મંજિલ કાપવાની બાકી છે. ભારતના બંધારણે ભારતના લોકપ્રતિનિધિ બનવા માટે કેટલીક લાયકાતો નક્કી કરી છે. તેમ છતા હજી તેમાં અપેક્ષિત પરિવર્તન થઈ શક્યું નથી. જો તેમને શિક્ષણની સાથે પ્રશિક્ષણ આપવામાં આવે તો ભ્રષ્ટાચાર જેવાં અનેક દૂષણો નાબૂદ થઈ શકે.
આવો એક નજર કરીએ ૧૭મી લોકસભા પર કેટલા શિક્ષિત પ્રતિનિધિ છે. ઙછજ લેજિસ્લેટિવ રિસર્ચ અનુસાર આ વખતે સ્નાતક સુધી ભણેલા ૩૯૪ લોકો સંસદમાં પહોંચ્યા છે. ૧૭મી લોકસભામાં ૨૭ ટકા સાંસદોએ ઉચ્ચ માધ્યમિક સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે ૪૩ ટકા સ્નાતકો છે. ૨૫% પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૪% સાંસદો પાસે ડૉક્ટરલ ડિગ્રી છે. ૧૬મી લોકસભામાં ૨૦ ટકા સાંસદો પાસે ઉચ્ચ માધ્યમિક ડિગ્રી હતી. નોંધનીય છે કે ૧૯૯૬થી અત્યાર સુધી સ્નાતકની ડિગ્રી લેનારા ૭૫ ટકા લોકો ચૂંટાઈને સંસદમાં પહોંચ્યા છે. મોટાભાગના સામાજિક કાર્યકરો અને ખેડૂતો આ વખતે લોકસભામાં પહોંચ્યા છે. ૩૯ ટકા સાંસદોએ પોતાને રાજકીય અને સામાજિક કાર્યકર્તા ગણાવ્યા છે. તે જ સમયે, ૩૮ ટકા લોકોએ ખેતીને પોતાનો વ્યવસાય ગણાવ્યો છે. ૫૪૨ સાંસદોમાંથી ૨૩ ટકા બિઝનેસમેન, ૪ ટકા વકીલ, ૪ ટકા ડોક્ટર, ત્રણ ટકા કલાકાર અને બે ટકા શિક્ષકો છે. ઘણા સાંસદોએ જણાવ્યું છે કે તેઓ એક કરતાં વધુ વ્યવસાય ધરાવે છે.
લોકસભા સિવાય રાજ્યની વિધાનસભા કે વિધાન પરિષદના પ્રતિનિધિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું ? તેમાં રાજ્યવાર સ્થિતિ અલગ અલગ જોવા મળશે જયારે દરેક રાજ્યમાં લાયકાતનો સમાન નિયમ લાગુ પડશે તો વિકાસની સંભાવના ડબલ થશે. ૧૭મી લોકસભામાં ગભીર કેસમાં ૧૫૯ સાંસદ, મહિલા વિરુદ્ધ આરોપી ૧૯ સાંસદ, બળાત્કાર કેશમાં ૩ સાંસદ, અપરાધિક કેશમાં ગુનેગાર સાબિત થયેલ ૧૦ સાંસદ મળી કુલ ૧૯૧ સાંસદો પર ક્રિમિનલ કેસ છે. છતાં તેઓ ચૂંટણી લડી પ્રતિનિધિ બની શકે છે જયારે પ્રજા પર કોઈ કેસ ચાલતો હોય તો નોકરી માટે બિનલાયક/ગેરલાયક બને/ઠરે છે. આ તો કાયદાની કેવી વિચિત્રતા છે. શું આવા કાયદામાં સુધારાની આવશ્યકતા નથી જણાતી? જેવી રીતે એક પ્રાથમિક શિક્ષક માટે પી.ટી.સી., અને માધ્યમિક શિક્ષક માટે બી.એડ., અધ્યાપક માટે પીએચ.ડી., નેટ-સ્લેટની લઘુતમ લાયકાતો છે. માત્ર શિક્ષણમાં નહિ જેમ કે આરોગ્ય ક્ષેત્રે ડૉક્ટર માટે (એમબીબીએસ કે અન્ય) દરેક ક્ષેત્રમાં લાયકાતનું ધોરણ નક્કી છે. તો લોકપ્રતિનિધિઓમાં કેમ નહીં ? દસકા પહેલા આ દિશામાં સુધારો થયો પણ હજુ સુધી તેમા અપેક્ષિત પરિવર્તન થઈ શક્યું નથી. જો આ દિશામાં પરિવર્તન થશે તો જ ભારત વિશ્ર્વની મહાસત્તા બની શકશે. એ માટે આપણે બંધારણમાં કેટલાક સુધારાઓ કરવાની આવશ્ર્યકતા છે. જેમ કે
(૧) લોકતંત્રના પ્રતિનિધિઓ માટે ઓછામાં ઓછુ ગ્રેજ્યુએશન શિક્ષણ ફરજિયાત બનાવવું.
(૨) જે અલગ-અલગ વિભાગો છે (નાણાખાતું, સંદેશાવ્યવહાર, રેલવે) તેવા વિભાગો માટે પ્રતિનિધિઓને પ્રશિક્ષણ આપવા માટેની વ્યવસ્થા કરવી.
(૩) જે વિષયમાં ગ્રેજ્યુએશન/ માસ્ટર/ કર્યું છે તે વિષયને અનુરૂપ તેમને વિભાગ કે ખાતાઓની વહેંચણી કરવી. દા:ત ઈતિહાસ વિષયમાં ગ્રેજ્યુએટ/માસ્ટર/પીએચ.ડી. થયેલ હોય તો તે પ્રતિનિધિને સંસ્કૃતિ મંત્રાલયમાં સમાવી શકાય.
(૪) સમયાંતરે દરેક ક્ષેત્રમાંથી આવતા પરિવર્તનની સાથે સાથે તેમને વર્ષમાં બે વખત પ્રશિક્ષણ આપવું. જેથી એ ક્ષેત્રમાં અપેક્ષિત ન્યાય આપી શકે.
(૫) પોતાના ક્ષેત્રમાં નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા એ ક્ષેત્રમાં થયેલા નવા સંશોધનથી તેમને વાકેફ કરવા.
(૬) જેવી રીતે શિક્ષકો/અધ્યાપકો/ડૉકટરો માટે સંશોધન એક આગવું લક્ષણ છે તેમ તેમને પણ સંશોધનની દિશામાં વિચારવાન કરવાના, સંશોધનના હકારાત્મક પરિણામોના અમલ માટેના પ્રયત્ન કરી શકાય.
(૭) નવીન ટેક્નોલોજીનું શિક્ષણ-પ્રશિક્ષણ આપવું જોઈએ. જેનો ઉપયોગ પોતાના મત ક્ષેત્રમાં કરી પ્રજાની સમસ્યાઓનું સમાધાન કરી શકે.
(૮) શિક્ષણ – પ્રશિક્ષણથી યુક્ત અને સ્વચ્છ -ઈમાનદાર, બેદાગ છબી ધરાવતા પ્રતિનિધિઓની તાતી જરૂરિયાત છે.
(૯) વિશ્ર્વમાં સૌથી યુવા ભારતમાં છે તો યુવા પ્રતિનિધિઓનો સમાવેશ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
(૧૦) દરેક પક્ષે શિક્ષિત અને બુદ્ધિજીવી વર્ગને રાજનીતિમાં સામેલ કરવા જોઈએ અથવા સામેલ થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.
આ કરવા પાછળનું કારણ એ છે કે જેમણે ઓછું શિક્ષણ મેળવ્યું હોય અને તેમને નાણાપ્રધાન, રેલવેપ્રધાન, સંદેશાવ્યવહારના પ્રધાન બનાવી દેશો તો કેવા પ્રકારની કામગીરી કરશે ? શું એ આપણને (પ્રજાને) અપેક્ષિત કામગીરી પૂરી પાડી શકશે ? શું દેશને ખરેખર મહાસત્તા બનાવશે ? આ બધા જ પ્રશ્ર્નો આજના સ્પર્ધાત્મક અને ટેકનોલોજી યુગમાં આપણને સતત માર્ગદર્શક તરીકેની ભૂમિકા અદા કરે છે. કહેવાય છે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. દુનિયામાં સૌથી સ્થાયી કોઈ વસ્તુ કોઈ હોય તો તે પરિવર્તન છે. એટલે આજના શિક્ષણ અને ટેકનોયુગમાં લોકતંત્રના પ્રતિનિધિઓને શિક્ષણ-પ્રશિક્ષણથી વંચિત રાખી આપણે શું ગંભીર ભૂલો તો નથી કરી રહ્યાને ? આ દરેક બાબત માટે જરૂરી છે પ્રજામાં જાગૃતિ, પ્રજાએ એવા જ પ્રતિનિધિઓને ચૂંટવા જોઈએ કે જેના વિશે પ્રજા સંપૂર્ણ વિગતો જાણતી હોય તો જ આમાં અપેક્ષિત પરિવર્તન લાવી શકાશે. અને તે માટે જરૂરી છે શિક્ષણ.

RELATED ARTICLES

Most Popular