પહેલી ફેબ્રુઆરીએ નાણા પ્રધાન નિર્મલા સિતારામણે બજેટ રજૂ કરી તમામને ખુશ કરવાની કોશિશ કરી છે, પરંતુ ગુજરાતના ખાદ્ય તેલ ઉદ્યોગ સાથે જોડાયેલાને તેઓ ખુશ કરી શક્યા નથી. તેમને એવી અપેક્ષા હતી કે કેન્દ્ર સરકાર આયાત કરવામાં આવતા ખાદ્ય તેલની માગ ઘટાડવા માટે નેશનલ મિશન ફોર એડિબલ ઓઈલ શરૂ કરશે, પરંતુ આ અનુસંધાનમાં કોઈ જાહેરાત થઈ નથી. આ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે અમે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત કરી છે કે ભારતમાં આયાત કરેલા ખાદ્યતેલનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. હાલમાં ભારત દર વર્ષે લગભગ રૂ. એક લાખ કરોડનું ખાદ્યતેલ આયાત કરે છે.
જો સરકાર આ રીતે મિશનની જાહેરાત કરે તો આવનારા સમયમાં તેનો ઉપયોગ 30થી 40 ટકા ઘટાડી શકાય.જો પાંચ વર્ષ માટે મિશન હાથ ધરાય તો 2026 સુધીમાં આયાતી ખાદ્યતેલની ખપત ઓછી કરી શકાય, જે હાલમાં 65 ટકા છે, પરંતુ સરકારે આવી કોઈ જાહેરાત કરી નહીં. સરકારે ખાદ્યતેલની આયાત ઘટાડવાનો વિચાર જ નેવે મૂકી દીધો હોવાનો આક્ષેપ પણ આ ક્ષેત્રના લોકો કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ઘણી મોટી ખાદ્યતેલ બનાવતી મીલ આવેલી છે અને મગફળી સહિતના ખાદ્યતેલનો બહુ મોટો ઉદ્યોગ ગુજરાતમાં છે. ગુજરાતમાં તેમની
ખૂબ જ વિશાળ લોબી છે અને વર્ષોથી રાજકીય વર્તુળોમાં તેમનું વર્ચસ્વ રહ્યું છે.
જોકે ખાદ્યતેલની આટલા મોટા પ્રમાણમાં આયાત કરવી પડે તે આત્મનિર્ભર ભારતના સંકલ્પને હાનિ પહોંચાડતી વાત છે અને સરકારે આ અંગે નવી નીતિ સાથે આગળ વધવું જોઈએ