Homeટોપ ન્યૂઝદિલ્હી એક્સાઇઝ પોલિસી અંગે EDએ તેલંગાણાના સીએમની પુત્રીને સમન્સ પાઠવ્યું, વધુ બેની...

દિલ્હી એક્સાઇઝ પોલિસી અંગે EDએ તેલંગાણાના સીએમની પુત્રીને સમન્સ પાઠવ્યું, વધુ બેની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવની પુત્રી કે.કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સમન્સ મોકલ્યું છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાર્ટી MLC કે.કવિતાને 9 માર્ચે રાજધાની દેલ્હીમાં ED સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસમાં EDએ કવિતાના નજીકના અરુણ રામચંદ્રન પિલ્લઈ અને CA બુચી બાબુની ધરપકડ કરી છે.
ED દાવો કર્યો કે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિ પિલ્લઇએ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ને 100 કરોડ રૂપિયાની લાંચ આપવા માટે “સાઉથ ગ્રૂપ” સાથે સાંઠગાંઠ કરી હતી. પિલ્લઈની સોમવારે રાત્રે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે પિલ્લઈને 13 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ED દ્વારા આ કેસમાં આ 11મી ધરપકડ છે.
EDએ દાવો કર્યો હતો કે તે તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાન પરિષદના સભ્ય કે. કવિતા અને અન્ય લોકો સાથે જોડાયેલા કથિત લિકર કાર્ટેલ ‘સાઉથ ગ્રુપ’નું પ્રતિનિધિત્વ કરે છે. તે જ સમયે, ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આ હવે તેલંગાણાના મુખ્યપ્રધાન કે ચંદ્રશેખર રાવની પુત્રીને સમન્સ આવ્યું છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસ અંગે ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular