સંજય રાઉતને ઇડીનું સમન, મની લોન્ડરિંગ કેસમાં આવતી કાલે પૂછપરછ માટે બોલાવ્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઇડીએ સમન મોકલ્યા છે. એમને પૂછપરછ માટે આવતી કાલે બોલાવવામાં આવ્યા છે. કહેવાય રહ્યું છે કે તેમને પતરા ચાલ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં બોલાવવામાં આવ્યા છે.
નોંધનીય છે કે 5 એપ્રિલના રોજ આ મામલે EDએ રાઉતની સંપત્તિ એટેચ કરી હતી. આ કેસમાં મહારાષ્ટ્રના બિઝનેસમેન અને રાઉતના નજીકના પ્રવીણ રાઉતની ફેબ્રુઆરીમાં ધરપકડ કરાઈ હતી. એ પછી સંજય રાઉતનું નામ પણ આ કેસમાં જોડાયું હતું.
દરમિયાન આ મામલે સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. એમનું કહેવું છે કે તેઓ ઇડી સમક્ષ હાજર રહેવા માટે વધુ સમયની માગણી કરશે. આ નિવેદન બાદ તેમણે ટ્વીટ કરીને આકરી પ્રતિક્રિયા આપી છે.


સંજય રાઉતે ટ્વીટ કર્યું છે કે મહારાષ્ટ્રમાં મોટી રાજકીય લડાઇ ચાલુ છે અને તેને રોકવા માટે ઇડીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે બાળાસાહેબના સૈનિક છે. મારી ધરપકડ કરશો, મારું ગળુ કાપશો તો પણ હું ગુવાહાટીનો રસ્તો સ્વીકાર નહીં કરું. સંજય રાઉતે આ ટ્વીટ મરાઠીમાં કર્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.