મુંબઈના ઝવેરી બજારમાં ઈડીના દરોડા, કાર્યવાહી દરમિયાન સોના ચાંદીનો જથ્થો જપ્ત

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

મુંબઈઃ અનેક રાજ્યોમાં દરોડા પાડીને કાર્યવાહી કરી રહેલી ઈડીએ આજે એટલે કે બુધવારે મુંબઈના ઝવેરી બજારના વિવિધ ઠેકાણે રેઈડ પાડી હતી, જેમાં ઈડીને આશરે 91.5 કિલો સોનુ અને 152 કિલો ચાંદી મળી આવ્યું હતું. મેસર્સ રક્ષા બુલિયનના પરિસરમાં 188 kg ચાંદી જપ્ત કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે. આશરે 47.76 કરોડ રૂપિયાની કિંમતનું સોનુ ચાંદી ઈડીના હાથે લાગ્યું છે.

ઈડીએ આ પૂર્વે મેસર્સ પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ વિરુદ્ધ મની લોંડ્રિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કંપની પર બેંક સાથે 2296.58 કરોડનો કરજો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલાની તપાસ દરમિયાન ઈડીએ આજે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

કાર્યવાહી દરમિયાન મેસર્સ રક્ષા બુલિયનના પરિસરમાં ખાનગી લોકર પણ મળી આવ્યા હતાં, પરંતુ તે માટે આવશ્યક એવી કેવાયસીનું પાલન કરવામાં આવ્યું નહોતું અને લોકર્સની સેફ્ટી માટે સીસીટીવી કેમેરા પણ ન હોવાની માહિતી સામે આવી છે. હાલમાં ઈડી આ મામલે તપાસ કરી રહી છે.

1 thought on “મુંબઈના ઝવેરી બજારમાં ઈડીના દરોડા, કાર્યવાહી દરમિયાન સોના ચાંદીનો જથ્થો જપ્ત

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.