ફાઇવ સ્ટાર હોટેલમાંથી જમવાનું, મળવા માટે મોડેલો આવતી…ઠગ સુકેશ ચંદ્રશેખરની જેલમાં કરતૂતો અંગે ઇડીએ કોર્ટને જણાવ્યું

ટૉપ ન્યૂઝ ફિલ્મી ફંડા

Mumbai: છેતરપિંડી અને વસૂલીના આરોપી સુકેશ ચંદ્રશેખરને અન્ય જેલમાં મોકલવાનો કેન્દ્રએ વિરોધ કર્યો છે. સુકેશે દિલ્હીના તિહાડ જેલમાં પોતાના જીવને ખતરો હોવાનું કહ્યું હતું. જવાબમાં કેન્દ્રએ કહ્યું છે કે તેણે જેલમાં રહીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. જેલના અધિકારીઓની મિલીભગતથી જેલમાં એશ કરતો રહ્યો.
હવે તેની સાથે થઇ રહેલી કડકાઇથી તે જેલ ટ્રાન્સફરની માગણી કરી રહ્યો છે. ફિલ્મ કલાકારોથી લઇને ઉદ્યોગપતિઓ સાથે છેતરપિંડી કરી ચૂકેલો સુકેશ હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.

ગયા વર્ષે એ વાત સામે આવી હતી કે તે જેલના અધિકારીઓ અને કર્મચારીઓને કરોડો રૂપિયાની રિશ્વત આપી ચૂક્યો છે. જેલમાં એક પૂરી બેરક પર કબજો કરીને રાખ્યો છે. અહીંથી તે છેતરપિંડીનો ધંધો કરતો હતો. એ પછી અનેક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ કેસની તપાસ હજુ ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સુકેશે તપાસના દાયરામાં આવેલા અધિકારીઓથી તેના જીવને જોખમ હોવાનું કહ્યું હતું.

એણે અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી, જેનો વિરોધ ઇડીએ કર્યો છે. ઇડીનું કહેવું છે કે તિહાડ જેલમાં સુકેશના જીવને જોખમ હોવાની દલીલ ખોટી છે. વાસ્તવિકતા એ છે કે જેલમાં તેને મળવા માટે મોડેલો આવતી હતી. એ જેલમાં પાર્ટી કરતો હતો, તેની માટે ફાઇવ સ્ટાર હોટેલમાંથી ખાવાનું આવતું હતું. તિહાડ જેલમાં સુકેશ સુરક્ષિત છે. એ બીજી જેલમાં ટ્રાન્સફર થવાની વાત એટલા માટે કરી રહ્યો છે કારણ કે તે બીજી જેલમાં પણ તેનું રેકેટ સ્થાપિત કરી શકે. બીજી જેલમાં અધિકારીઓ તેની ચાલાકી જાણતા નહીં હોય, એટલે તે બીજી જેલમાં જવા માગે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.