મુંબઈઃ કોવિડ સેન્ટરમાં આચરવામાં આવેલા કથિત કૌભાંડ પ્રકારણે મુંબઈ મહાપાલિકાના કમિશનર ઈકબાલ સિંહ ચહલને ઈડી દ્વારા આજે તપાસ માટે બોલાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી ઈડીના સમન્સ સ્વીકારવાનો ચહલે ઈન્કાર કર્યો હતો, પણ આજે સવારે તેઓ ઈડી તપાસ માટે પહોંચ્યા હતા અને તેમણે ઈડીની તપાસમાં પૂરેપૂરો સહકાર આપશે, એવું જણાવ્યું હતું. ચાર કલાક બાદ હવે ઈડીની તપાસ પૂરી થયા બાદ ચહલે પ્રસાર માધ્યમો સાથે વાત-ચીત કરી હતી.
ચહલે આ જણાવ્યું હતું કે માર્ચ, 2020માં જ્યારે ભારતમાં કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે મુંબઈમાં આ માટે 3,750 બેડ જ હતા અને મુંબઈની 1 કરોડની 40 લાખની વસ્તી માટે આ બેડ ખૂબ જ ઓછા હતા. એ સમયે કોરોનાના લાખો દર્દીઓ જોવા મળશે, એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આગળ જતાં એ અંદાજો સાચો પણ સાબિત થયો હતો અને મુંબઈમાં કોરોનાના 11 લાખ દર્દીઓ મળી આવ્યા હતા.
એ સમયે કોવિડના દર્દીઓની વધી જતી સંખ્યાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ખુલ્લા મેદાનમાં જમ્બો કોવિડ સેન્ટર ઊભા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ બીએમસીએ રાજ્ય સરકારને એ સમયે નિવેદન આપ્યું કે સુધરાઈ અત્યારે કોરોના સામે લડવામાં વ્યસ્ત છે અને એટલે કોવિડ હોસ્પિટલનું બાંધકામ કરવાનું શક્ય નથી. અમારી પાસે એટલો સમય નથી. ત્યાર બાદ મુંબઈમાં ઠેકઠેકાણે ઊભા કરવામાં આવેલા કોવિડ સેન્ટર અને બિન સરકારી સંસ્થા દ્વારા ઊભા કરાયા છે. તેથી આ કોવિડ સેન્ટરને ઊભા કરવામાં સુધરાઈને એક પણ રુપિયાનો ખર્ચ આવ્યો નથી. મુંબઈમાં આવા દસ જમ્બો કોવિડ સેન્ટર ઊભા કર્યા હતા અને આમાંથી જ એક કોવિડ સેન્ટર બાબતે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું ચહલે વધુમાં ઉમેર્યું હતું.
એ ચાર કલાકમાં શું થયું બોલ્યા બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલ
RELATED ARTICLES