નવી દિલ્હીઃ દેશના આર્થિક વિકાસદરમાં ઘટાડો નોંધાયો છે, જેમાં બીજા ત્રિમાસિકમાં જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) 6.3 ટકાની આસપાસ રહ્યો છે. ત્રિમાસિકગાળા દરમિયાન મેન્યુફેકચરિંગ સેક્ટરનો વિકાસદર તો માઈનસમાં રહ્યો છે, એમ સરકારી અહેવાલમાં જણાવ્યું હતું. વર્તમાન નાણાકીય વર્ષ 2022-23ના બીજા ત્રિમાસિક જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે દેશનો આર્થિક વૃદ્ધિદર 6.3 ટકાના દરે રહ્યો હતો. જોકે, નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક એપ્રિલથી જૂન મહિના દરિમયાન ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસદર 13.5 ટકાની સપાટીએ રહ્યો હતો, જે અગાઉની તુલનામાં જોરદાર ઘટાડો નોંધાયો છે.
2021-22ના બીજા ત્રિમાસિકમાં વૃદ્ધિદર 8.4 ટકા રહ્યો હતો. જીડીપીના આંકડા આરબીઆઈની અપેક્ષા પ્રમાણે આવ્યા છે, જેમાં આરબીઆઈએ બીજા ત્રિમાસિકમાં 6.1 ટકાથી 6.3 ટકાની વચ્ચે જીડીપી રહેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.