વિશ્ર્વ ઈતિહાસમાં આર્થિક કટોકટીએ સભ્યતાના પતનથી સત્તા પરિવર્તન કર્યું છે

ઉત્સવ

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ-ડૉ. રાજેશ ચૌહાણ

વે કુછ ભી કહેં
પતન કે સંબંધ મેં
બતાએં જો બતા સકતે હૈં
કારણ
વે છોડ દેં પદ, ઓહદે
જબ વે ગીર ચુકે હો
કર ચુકે હો ઇકઠ્ઠા ધન
ઔર લોગ ચકિત હો
ઉનકે પાખંડ
ઉનકી આસ્થાઓં કો લેકર
એક સમય ઐસા આતા હૈ
દેશવાસિયોં!
જબ લોગ શપથ ખાતે લેતે
દેશ કો ડૂબા આતે હૈ
સમુદ્ર મેં
આસ્થા, વ્યાખ્યા, કારણ,
લાલચ ઔર રાજનીતિ
પછતાવા ઔર ગપ્પેં
ઇસ તરહ ભી પહચાના જાતા હૈ
સમય ઔર ષડ્યંત્ર
– નંદ ચતુર્વેદી
ઈતિહાસનું વારંવાર પુનરાવર્તિત થવું એ કહેવત આજે ફરી સાબિત થઈ રહી છે. નાણાકીય કટોકટીના વૈશ્ર્વિક પ્રવાહ સમાજવાદી વિચારક લેનિન અને નેપોલિયનના ટીકાકારને યાદ કરાવી દે છે. લેનિનના શબ્દોમાં કહીએ તો, ‘મૂડીવાદી અર્થતંત્રમાં દરેક અનુગામી નાણાકીય કટોકટી અગાઉના કરતાં વધુ ઊંડી અને વધુ ઘાતક સાબિત થશે.’ ઈતિહાસ સાક્ષી છે કે ઈ. સ. ૧૯૦૬, ૧૯૮૯, ૨૦૦૧, ૨૦૦૮ની નાણાકીય કટોકટી માત્ર અમેરિકાની કટોકટી જ નહોતી, પરંતુ વિશ્ર્વ માટે ચિંતાનો વિષય બની છે. આ સાથે જ રશિયા-યુક્રેન યુદ્ધે સમગ્ર વિશ્ર્વ માટે આર્થિક સંકટ ઊભું કર્યું છે.
આર્થિક કટોકટીએ વિશ્ર્વની અનેક સભ્યતાઓની સાથે રાજકીય સત્તાઓના ઉત્થાન અને પતનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે આ લેખના માધ્યમથી સભ્યતા અને સત્તા પરિવર્તન વિશે વાત કરીશું.
સિંધુ-સરસ્વતી સભ્યતા
વિહલર જેવા વિદ્વાને કહ્યું છે કે આર્થિક પતનના કારણે આ સભ્યતા નાશ પામી. ડબ્લ્યુ. એફ. અલબ્રાઇટે ઈ. સ. ૧૯૯૫માં એવો મત વ્યક્ત કર્યો કે સિંધુ સંસ્કૃતિમાં ઈ. સ. પૂર્વે ૨૦૦૦માં ગ્રામીણ સંસ્કૃતિનાં લક્ષણો દેખાતાં હોવાને કારણે તેનું આર્થિક માળખું ખોરવાવા લાગ્યું હતું.
આ સિવાય કેટલાક વિદ્વાનોના મતે, વેપાર પ્રવૃત્તિઓના અભાવે આ સંસ્કૃતિનો નાશ થયો. આ સંસ્કૃતિની સમૃદ્ધિનું એક મુખ્ય કારણ વિદેશથી થતો વેપાર હતો, પરંતુ સિંધુ સંસ્કૃતિ અને મેસોપોટેમિયાના પુરાવા દર્શાવે છે કે છેલ્લા તબક્કામાં આ સંસ્કૃતિનો વિદેશી વેપાર ખૂબ જ ઘટ્યો જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે હડપ્પીય સમાજના છેલ્લા તબક્કામાં કાર્યક્ષમ નેતૃત્વમાં ઘટાડો થયો હતો. આ બધાં કારણોને લીધે આ સભ્યતા તેના પતન તરફ આગળ વધવા લાગી.
માયા સંસ્કૃતિ
‘પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ’માં પ્રકાશિત થયેલા નવા અભ્યાસ મુજબ અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડના પુરાતત્ત્વવિદ્ અને અભ્યાસપૂર્ણ લેખકોમાંના એક સ્કોટ ફેડિકે જણાવ્યું હતું કે ‘કૃષિનું પતન, દુષ્કાળ તેમ જ સંશોધકો માને છે કે સામાજિક અને આર્થિક ઊથલપાથલની ભૂમિકાથી આ સભ્યતાનું પતન થયું છે. સમ્રાટ માર્ક્સ ઓરેલિયસના શાસન પછી રોમન અર્થતંત્ર ફુગાવાથી ઘેરાયું. રોમન સામ્રાજ્યનો વિજય બંધ થયો, ત્યારે નવા પ્રદેશોમાંથી રોમ તરફ સોનાનો પ્રવાહ ઘટવા લાગ્યો. સોનાના સિક્કાઓનો ઉપયોગ કરવાનું બંધ કર્યું અને તેમણે જરૂરી વસ્તુઓ માટે વિનિમય કરવાનું શરૂ કર્યું. જેના પરિણામે વ્યાપાર ઘટ્યો, શહેરોનું પતન થયું, મોંઘવારી પણ પતન માટેનું કારણ બની.
દિલ્હી સલ્તનતે ગુલામોની જાળવણી માટે મોટી રકમ ખર્ચી હતી. અમીરોએ સલ્તનતની આવકનો મોટો ભાગ લૂંટી લીધો હતો, આમ ખર્ચમાંથી રાજ્યની આવકમાં ઘટાડો થયો હતો. દિલ્હી સલ્તનતના શાસકોએ ન તો તેમની નાણાકીય સ્થિતિ સુધારવાનો પ્રયાસ કર્યો કે ન તો યોગ્ય રીતે કર વસૂલ કર્યો.
મુસ્લિમોને કરમાંથી મુક્તિ આપવામાં આવી હતી અથવા છૂટછાટો આપવામાં આવી હતી અને વેપાર અને ઉદ્યોગ અવિકસિત હતા, તેથી આર્થિક નબળાઈઓએ પણ દિલ્હી સલ્તનતના પતનમાં ફાળો આપ્યો.
આર્થિક એકતા એ સામ્રાજ્યની કરોડરજ્જુ છે, પરંતુ દિલ્હી સલ્તનતના શાસકોની નાણાકીય સ્થિતિ મજબૂત નહોતી. નિ:શંકપણે તેઓએ તેમના આક્રમણ દરમિયાન ઘણી સંપત્તિ મેળવી અને મંદિરોને લૂંટી લીધાં, પરંતુ તેઓએ સૈન્ય વધારવામાં અને મોંગોલ આક્રમણને રોકવામાં પણ ઘણો ખર્ચ કર્યો. તદુપરાંત, મુહમ્મદ તુઘલકની વાહિયાત યોજનાઓએ શાહી તિજોરી ખાલી કરી દીધી હતી અને કોઈ પણ સરકાર યોગ્ય નાણાં વિના સ્થિર રહી શકતી નહોતી. (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.