લીલા શાકભાજી ખાવા એ તો આરોગ્ય માટે સારી બાબત છે, પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો એક વીડિયો જોઈને કદાચ હવે તમે પણ બજારમાં મળતા અને દેખાતા તાજા સરસ મજાના લીલા શાકભાજી ખાતા પહેલાં 100 વખત વિચાર કરશો. આજકાલ ભેળસેળનો જમાનો છે અને એમાં પણ આપણા ઘરે આવતા કે આપણી થાળીમાં પિરસાતા આ લીલા શાકભાજી કેમિકલ અને જંતુનાશક દવા વગરાના છે કે નહીં તે જાણવું જરા અઘરું જ થઈ ગયું છે.
ઘણા લોકો આવું બધું જોતા અને જાણતા હોવાથી ઓર્ગેનિક તરફ વળ્યા છે, પરંતુ બધા લોકો માટે ઓર્ગેનિક ફૂડનો ઓપ્શન પસંદ કરવાનું શક્ય નથી. હાલમાં સોશિયલ મીડિયા પર એક ચોકાવનાર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુરજાયેલા લીલા પાંદળાવાળા શાકભાજી કેમિકલ યુક્ત પાણીમાં પલાળતાંની સાથે જ એકદમ ફ્રેશ બની જાય છે અને એવા લાગે છે કે જાણે હમણાં જ ખેતરમાંથી તાજા લઈ આવવામાં આવ્યા હોય.
શોર્ટકટથી પૈસા કમાવવાની લાલચમાં લેભાગુ તત્વો લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. જેના કારણે લોકો કેન્સર જેવી ખતરનાક બીમારીનો ભોગ બને છે.
વીડિયોમાં એવું દેખાઈ રહ્યું છે કે રસ્તા પર એક વેપારી કોથમીર સહિતના લીલા પાંદળાવાળા શાકભાજી વેચી રહ્યો છે. કોથમરી જેવો દેખાતો છોડ (ભાજી) ગરમીમાં એકદમ કુમળાઈ ગયો છે. તેની આ હાલત જોઈને જ ગ્રાહકો તેને ખરીદવાનું ટાળે છે. પરંતુ જેવો આ વેપારી જ્યારે આ ભાજીને કેમિકલયુક્ત પાણીમાં પલાળે છે તો બે મિનિટમાં આ જાણે ખેતરમાંથી લાવવામાં આવી હોય એવી તાજી બની જાય છે.
જોનાર ખુદ પણ આ જોઈને ચોંકી જાય છે. જ્યારે વ્યક્તિ આ છોડને કેમિકલયુક્ત પાણીમાં પલાળે છે ત્યારે તેની પાસે રહેલી કેમિકલની છ બોટલ અને એક પેકેટ પણ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકોના આરોગ્ય સાથે કરવામાં આવી રહેલાં આ ચેડાંને કારણે લોકો આ વીડિયો જોયા બાદ રોષે ભરાયા છે.
આ વીડિયો વાઈરલ થયા પછી લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે. નેટિઝન્સ એવું પણ કહી રહ્યા છે કે ઝેર વેંચી રહેલી આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરો. અમુક લોકો નીચે કોમેડી કોમેન્ટ પણ કરી રહ્યા છે. કે ભાઈ હાઈટ વધારવામાં આ કેમિકલ કામ કરશે કે કેમ? હું હવે નોનવેજ શરૂ કરી રહ્યો છું તો વળી ચોથા એક યુઝરે આ વીડિયોની નીચે લખ્યું છે કે મેં આજે જ ઘરે પાલકની ભાજી ખાધી છે. એક યુઝરે તો લખ્યું છે કે આમાં કોપર સલ્ફેટ, રોડામાઇન ઓક્સાઈડ, મેલાકાઈટ ગ્રીન અને કેલ્શિયમ કાર્બાઈડ જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે….
A two minute real life horror story. 😱 pic.twitter.com/gngzaTT56q
— Amit Thadhani (@amitsurg) March 17, 2023