Homeટોપ ન્યૂઝEarthquake: ભારત, ચીન અને નેપાળની ધરતી ધ્રુજી, નેપાળમાં 8ના મોત

Earthquake: ભારત, ચીન અને નેપાળની ધરતી ધ્રુજી, નેપાળમાં 8ના મોત

મંગળવારે રાત્રે ભારત-ચીન અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિએક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ છે. નેપાળમાં ભૂકંપથી મકાન ધરાશાયી થતાં 8 લોકોના મોત થયા છે. નેપાળી સેનાની ગ્રાઉન્ડ રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી છે.
નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબાએ પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. “મેં સંબંધિત એજન્સીઓને ઘાયલો અને પીડિતોની તાત્કાલિક અને યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા સૂચના આપી છે.”
એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા આવ્યા. ભૂકંપના જોરદાર આંચકાથી ગભરાટના કારણે ઘરની અંદર સૂતેલા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા, રાત્રે ઓફિસમાં કામ કરતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 8 નવેમ્બરના રોજ ઉત્તર ભારતમાં ભૂકંપના 3 આંચકા અનુભવાયા છે. જેમાં તારીખ 8 અને 9 ની વચ્ચેની રાત્રે 01:57 વાગ્યે સૌથી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. આ કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી માત્ર 90 કિમી દૂર હતું. આ પછી સવારે ફરીથી ભૂકંપ આવ્યો, જેનું કેન્દ્ર પિથોરાગઢ રહ્યું. જ્યારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા. જેમને ખબર પડી તેઓ તરત જ ઘરની બહાર નીકળી ગયા.

RELATED ARTICLES

Most Popular