ગત રાત્રે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપથી સમગ્ર ઉત્તર ભારતની ધરતી ધ્રુજી ઉઠી હતી. ગુરુગ્રામ, દિલ્હી-એનસીઆરથી લઈને લખનઉ સુધી ભૂકંપના આંચકા અનુભવતા લોકોમાં ઘરની બહાર દોડી આવ્યા હતા. પંજાબ, ઝારખંડ, રાજસ્થાન, જમ્મુમાં પણ આંચકા અનુભવાયા હતા. ત્યારે અમદવાદ સહીત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા.
ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું જાણવા મળ્યું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી. અમદાવાદના ગોતા, રાણીપ, એસજી હાઇવે, વાડજ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા છે.
રાતે 10.17 વાગ્યે અફગાનિસ્તાન સહીત ભારતની,પાકિસ્તાન, તઝાકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકોએ 10 સેકન્ડ સુધી ભૂકંપનો અનુભવ કર્યો હતો.