સોમવારની રાત્રે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો, કોઈ નુકશાન નહિ

આપણું ગુજરાત

સોમવારે રાત્રે ગુજરાતની ઘરા ફરી ધણધણી ઉઠી હતી. આ વખતે કચ્છ નહિ પરંતુ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયા ગામના આજુબાજુના વિસ્તારમાં ભૂકંપનો ૩.૧ રીક્ટર સ્કેલની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કેવડિયામાં જ આવેલું છે પરંતુ આંચકાને લઈને તેને જરા પણ નુકશાન પહોંચ્યું નથી.
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ(ISR) એ આપેલી જાણકારી પ્રમાણે કે સોમવારની રાત્રે ૧૦:૦૭ વાગ્યે ૩.૧ રીક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્ર દક્ષિણ ગુજરાતના કેવડિયાના ૧૨ કિમી પૂર્વ-દક્ષિણ-પૂર્વ અને ૧૨.૭ કિમીની ઊંડાઈએ હતું. નર્મદા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે જાન-માલને કોઈ નુકસાન થયું હોવાના કોઈ અહેવાલ નથી.
સોમવારે રાત્રે આવેલા ભૂકંપની જાણકારી અધિકારીઓએ મંગળવારે આપી. કેવડિયા ગામમાં જ વિશ્વનું સૌથી ઊંચું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આવેલું હોવાથી ભૂકંપ ચિંતાનો વિષય છે. જોકે આ આંચકાની સ્ટેચ્યુના સ્ટ્રક્ચર પર કોઈ અસર થઇ નથી. જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને કોઈ નુકસાન થયું નથી. તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે શક્તિશાળી ભૂકંપ અને વાવાઝોડાથી પણ નુકસાન ન થાય.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.