અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જી તારાજી! મોતનો આંકડો 1,000ને પાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

Afghanista: બુધવારે વહેલી સવારે અફઘાનિસ્તાનની ધરતી ભૂકંપથી હચમચી ગઈ હતી. મળતી મહતી મુજબ ૬.૧ રિકટર સ્કેલની તીવ્રતાના ભૂકંપે અફઘાનિસ્તાનમાં ભારે તારાજી સર્જી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપના કારણે દેશમાં મૃતકોનો આંકડો 1,000ને પાર પહોંચી ગયો છે.  આ ઉપરાંત લગભગ ૧૫૦ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.


યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી લગભગ ૪૪ કિલોમીટર દૂર અને ૫૧ કિલોમીટરની ઊંડાઈએ હતું. સૌથી વધુ નુકસાન પક્તિકા પ્રાંતમાં થયું છે. આ પ્રાંતમાં મોટી સંખ્યામાં મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે.


આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે પાડોશી દેશ પાકિસ્તાનના લાહોર, મુલતાન, ક્વેટામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. પાકિસ્તાનમાં ભૂકંપથી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી .આ સિવાય ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે. આ સિવાય મલેશિયામાં પણ મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા ૫.૧ હતી.

“>

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.