તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. શહેરો અને ગામડાઓ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા છે. રેસ્ક્યુ ટીમ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢી રહી છે. તુર્કી અને સીરિયા બંને દેશોમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 21 હજારને પાર કરી ગયો છે. આ આંકડો હજુ વધે એવી શક્યતા છે. સમગ્ર પ્રદેશમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે.
સોમવારે આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર દક્ષીણ તુર્કીના નુરદગી શહેર નજીક હતું, એ બાદ પણ ઘણા આફ્ટરશૉક્સ આવી ચુક્યા છે. શહેરની આસપાસના વિસ્તારમાં ભૂકંપે તારાજી સર્જી છે. રાહત અને બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર, નુરદગી આસપાસના ગામો અને શહેરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થવાની આશંકા છે. નુરદગીની આસપાસના મુખ્ય રસ્તાઓ પરના પુલ તૂટી પડ્યા છે અને મસ્જિદોના ગુંબજ જમીન પર પડી ગયા છે.
ભારત સહિત વિશ્વના ઘણા દેશો તુર્કી અને સીરિયાના લોકોને મદદ મોકલી રહ્યા છે, પરંતુ ખરાબ હવામાન અને મોટા પાયે થયેલા વિનાશને કારણે હજુ પણ હજારો લોકો સુધી મદદ પહોંચી શકી નથી. ભારતની NDRF ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર હાઈટેક સાધનો અને સ્નિફર ડોગ્સ સાથે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. ગુરુવારે NDRFની ટીમે 6 વર્ષની બાળકીને કાટમાળમાંથી બચાવી હતી.
તુર્કી-સીરિયામાં ભૂકંપ: 21 હજારથી વધુ લોકોના મોત, કાટમાળમાં જીવનની શોધ ચાલુ
RELATED ARTICLES