Homeટોપ ન્યૂઝઈન્ડોનેશિયામાં ભૂકંપઃ મૃત્યુઆંક 252, વિસ્થાપિતની સંખ્યા 7,060

ઈન્ડોનેશિયામાં ભૂકંપઃ મૃત્યુઆંક 252, વિસ્થાપિતની સંખ્યા 7,060

જાકાર્તાઃ ઈન્ડોનેશિયામાં સોમવારે આવેલા ધરતીકંપે મોટી જાનહાનિ થઈ છે, જેમાં મંગળવારે મૃત્યુઆંક 252 થયો છે. તીવ્ર માત્રામાં આવેલા ભૂકંપને કારણે અનેક લોકો ઘરવિહોણા બન્યા છે. હજુ સુધી 31 લોકો ગુમ છે, જ્યારે 377 જણને ઈજા પહોંચી છે. બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે વિસ્થાપિત લોકોની સંખ્યા 7,060 થઈ છે, એમ સરકારે જણાવ્યું હતું.
ભૂકંપને કારણે સૌથી મોટી જાનહાનિ થઈ છે, જ્યારે અનેક શહેરી અને અંતરિયાળ વિસ્તારોની ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. ધરતીકંપને કારણે 2,200થી વધુ ઈમારતોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ કહ્યું હતું કે મૃતક અને પીડિતના પરિવારો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. ધરતીકંપનું મુખ્ય કેન્દ્ર બિંદુ ચિઆનજુર છે. આ સ્થળની ઈન્ડોનેશિયાના પ્રમુખે મંગળવારે મુલાકાત કરી હતી. રાહત અને બચાવ કરનારી ટીમને સૌથી પહેલા લોકોને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, લોકોને બચાવવામાં પ્રાથમિકતા આપવાનો આદેશ આપ્યો હતો.
ઈન્ડોનેશિયાના પાટનગર જાકાર્તામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.4 રિક્ટર સ્કેલની માત્રામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેમાં શહેરની મોટા ભાગની નાની મોટી ઈમારતોમાં હલચલ થવાને કારણે લોકો ઘર-ઓફિસની બહાર દોડી આવ્યા હતા. અહીંના ધરતીકંપને કારણે ચિઆનજુરની અનેક ઓફિસ-ઘરની છતને નુકસાન પહોંચ્યું હતું. આ ભૂકંપને કારણે મોટી જાનહાનિ થઈ છે.
શુક્રવારે પણ જાકાર્તામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરિણામે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. શુક્રવારે સાંજના 7.07 વાગ્યાના સુમારે જાકાર્તાથી દૂર 20 કિલોમીટર જમીનની અંદર આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં પણ જાન્યુઆરી, 2021માં 6.2 તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 6500થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular