Homeટોપ ન્યૂઝભૂકંપ: મહારાષ્ટ્રના નાસિક અને અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

ભૂકંપ: મહારાષ્ટ્રના નાસિક અને અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા

દેશ અને દુનિયામાં એક પછી એક ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી ગભરાટનો માહોલ છે. ગઈકાલે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યાર આજે સવારે મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
મહારાષ્ટ્ર નાસિકમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે સવારે 4.4 કલાકે આવેલા ભૂકંપનું કેન્દ્ર નાસિકથી 89 કિમી પશ્ચિમમાં નોંધાયું હતું. ભૂકંપના કેન્દ્રની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.
અરુણાચલ પ્રદેશના બસરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે સવારે લગભગ 07:01 વાગ્યે અરુણાચલ પ્રદેશમાં બાસરથી 58 કિમી ઉત્તર-પશ્ચિમ-ઉત્તરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
નોંધનીય છે કે આ મહિને ભારતના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. 11 નવેમ્બરે યુપી, એમપી, દિલ્હી-એનસીઆર, બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ સહિત 8 રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું જ્યાં 6 લોકોના મોત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular